8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ છે

0

8 વર્ષ ની એક દીકરી એ પોતાના માતા પિતા ને ભાઈ વિષે વાત કરતા સાંભળ્યા. તેને માત્ર એટલું જ સમજાયું કે ભાઈ બીમાર છે અને તેમની પાસે પૈસા નથી. તેઓ એક ભાડા ના મકાન બાબતે વાત કરી રહ્યા હતા.કારણકે દવાખાના ના મોંઘા બિલ ને ચૂકવવા માટે તેમની પાસે ઘર વેચવા સિવાય કોઈ રસ્તો ન હતો.
એક અતિશય મોંઘી શસ્ત્ર-ક્રિયા જ ભાઈ ને બચાવી શકે તેમ હતી અને તે માટે કોઈ તેમને ઉછીના પૈસા આપી શકે તેમ ન હતું. પિતા એ જ્યારે તેની માતા ની અશ્રુભીની આંખો માં જોઈ ને કહ્યું કે બસ હવે તો તેણે કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. બહેન દોડી ને પોતાના ખંડ માં ગઈ અને સંતાડી રાખેલો ગલ્લો બહાર કાઢ્યો. દરેક સિક્કા અને નોટ ને ધ્યાન થી ગણવા લાગી.


થોડા સમય પછી તે પાછલા બારણે થી બહાર નીકળી અને નજીક ની દવાની દુકાને ગઈ. તેણે એક નોટ કાઉન્ટર પર મૂકી અને દુકાનદાર ની સામે જોયું.
દુકાનદારે પૂછ્યું, “શું જોઈએ છે?”
બહેને જવાબ આપ્યો,”ચમત્કાર જોઈએ છે.” દુકાનદાર ચોક્યો અને ફરી પૂછ્યું,”શું?” બહેન બોલી,”મારા ભાઈ માટે..તે ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ છે.” દુકાનદારે દુ:ખી પણ સસ્મિત ચહેરે કહ્યું,”બેટા અમે ચમત્કાર વેચતા નથી..સોરી..” બહેન બોલી,”તેના મગજમાં કોઈ બીમારી છે..પપ્પા કહે છે કે તેણે કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. મારી પાસે પૈસા છે.જો એ પૂરતા નથી તો પણ કિંમત તો કહો હું વધારે પ્રયત્ન કરી ને લાવીશ.. ચમત્કાર ની કિંમત શું છે?” બહેન ની આંખો માં જરા સરખો ગુસ્સો વર્તાઈ રહ્યો હતો.


દુકાનદાર પણ આ નિર્દોષ ગુસ્સો જોઈ ને સ્થિર થઇ ગયો હતો અને મનોમન જવાબ વિચારી રહ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ નો સાક્ષી હતો દુકાને આવેલો એક બીજો ગ્રાહક. તેણે આ વ્યવસ્થિત ઘર ની લાગતી છોકરી ને જોઈ અને તેની સાથે સંવાદ શરુ કરવા માટે ઘૂંટણભર બેઠો અને પૂછ્યું,”તારા ભાઈ ને કેવો ચમત્કાર જોઈએ છે??”
બહેન ગળગળા અવાજે બોલી,”મને નથી ખબર..પણ તે ખૂબ જ બીમાર છે..મમ્મી કહે છે કે તેને શસ્ત્રક્રિયા ની જરૂર છે..પપ્પા પાસે પૂરતા પૈસા નથી એટલે હું મારી બચત લાવી છું. મારે ભાઈ ની સારવાર કાંઈ મફત માં નથી કરાવવી.”
“ભલે..તારી પાસે કેટલા રૂપિયા છે?” તે બીજા નવયુવાન ગ્રાહકે પૂછ્યું.
“તેરસો ને પંદર રૂપિયા..પણ હું વધારે માટે મહેનત કરીશ..”માંડ સાંભળી શકાય તેમ તે બોલી..

 “વાહ..શું સંયોગ છે??બસ આટલી જ કિંમત છે તે ચમત્કારની..”અને પોતે પણ હળવું હસી ને દીકરી નું સ્મિત રેલાવવા પ્રયત્ન કર્યો જે સફળ રહ્યો.
તે વ્યક્તિ એ એક હાથ માં રૂપિયા લીધા અને બીજા હાથ થી તેનો હાથ પકડ્યો અને કહ્યું,”તું ક્યાં રહે છે? મને ત્યાં લઈ જા અને તારા માતા-પિતા સાથે મને મળાવ.મારે તપાસવું તો પડશે ને કે તારા ભાઈ ને કેવા ચમત્કાર ની જરૂર પડશે?”
શહેરમાં સૌથી નાની વયે ન્યુરોલોજીન્યુરોલોજી માં સુપર-સ્પેશ્યાલિસ્ટ ની પદવી મેળવનાર ડૉ.અદ્રશ્ય તેની સાથે ચાલ્યા.તેના માતા-પિતા ને મળ્યા અને શસ્ત્રક્રિયા અંગે નિશ્ચિંત થવા સલાહ આપીને ઓછી કિંમતે શસ્ત્રક્રિયા કરવા ની સંમતિ આપી.
શસ્ત્રક્રિયા કરવા માં આવી જે સફળ રહી. શસ્ત્રક્રિયા પછી ભાઈ ઘરે આવી ગયો અને રમતો કૂદતો થઈ ગયો..પરંતુ હજી પણ દાકતર પાસે થી તેમની લેણી રકમ નું બિલ નહતું આવ્યું. દીકરી ની માતા તો આ જોઈ ને ખૂબ જ ખુશ થઇ ગઈ હતી. ડૉ.અદ્રશ્ય ની શસ્ત્રક્રિયા એક ચમત્કાર જ હતી.પરંતુ બીજી મનોમન પતિ પત્ની ચિંતિત રહેતા અને સંવાદ કરતા કે આની કિંમત શું હશે? આ સંવાદ સાંભળતી વખતે દીકરી મલકાઈ ઉઠતી..કારણકે તે જાણતી હતી કે આ ચમત્કાર ની કિંમત શું છે. આખરે પિતા દ્વારા ચોથી વખત ની વિનવણી પછી ડૉ.અદ્રશ્ય એ બિલ બનાવી આપ્યું.

રૂપિયા.૧,૩૧૫/- પેઈડ
સાર:શ્રદ્ધા પૂર્વક માંગેલ કોઈ ચીજ અદ્રશ્ય નથી હોતી.

~ અદ્રશ્ય

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here