દરેક કોઈની પાસે પોતાનો પ્લાન-B નો વિકલ્પ ચોક્કસ હોવો જોઈએ. જો ક્યારેય પ્લાન-A ફેલ થઇ જાય તો, તો કમ સે કમ જીવન જીવવા માટે પ્લાન-B નો ઉપીયોગ કરી શકાય. આ બાબતમાં આપડા બૉલીવુડ કિરદારો પણ ખુબ જ સ્માર્ટ છે. અભિનયની સાથે સાથે તેઓનો સાઈડ બિઝનેસ પણ હોય છે. જો ક્યારેય કારકિર્દીમાં ઊચ-નીચ આવી જાય તો, તેઓ બિઝનેસથી પોતાના જીવનને સેટ કરી શકે છે. તમને એવા જ અમુક બૉલીવુડ કલાકારો વિશે જણાવીશું જેઓ ફિલ્મોની સાથે સાથે સાઈડ બિઝનેસ કરીને પણ ખુબ કમાણી કરે છે.
1. સુનિલ શેટ્ટી:
View this post on Instagram
A FEW YEARS FROM NOW !! Happy Sunday … Mind fresh … No job … No stress 👊🏾 #FaceApp #BeardChallenge
સુનિલ શેટ્ટી માત્ર ફિલ્મોમાં જ નહીં, પણ અસલ જીવનમાં પણ મોટો કારોબાર કરે છે. સુનિલ શેટ્ટીનું પૉપકોર્ન એન્ટરટેનમેન્ટ નામથી પ્રોડક્શન હાઉસ પણ છે, સાથે જ તે Mischief નામનું બુટિક પણ ચલાવે છે. તેના સિવાય મુંબઈમાં તેના બાર અને રેસ્ટોરેન્ટ પણ છે. આ સિવાય મુંબઈના વર્લી વિસ્તારમાં તેનું R-House નામનું હોમ ડેકોર પણ છે.
2. કરિશ્મા કપૂર:
કપૂર ખાનદાનની દીકરી અને અભિનેત્રી કરિશ્મા કપૂરનો ઈ-કૉમર્સ પૉર્ટલ નામનો બિઝનેસ પણ છે. જેમાં બૅબી અને મધર પ્રોડક્ટ્સ વહેંચવામાં આવે છે.
3. અક્ષય કુમાર:
ફિલ્મો દ્વારા શાનદાર કમાણી કરવા છતાં પણ અક્ષય કુમાર બિઝનેસ પણ ચલાવે છે. ખિલાડી કુમાર હરિ ઓમ એન્ટરટેનમેન્ટ નામનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે. સાથે જ અલહદા નામનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે. સાથે જ અલહદા બેસ્ટ ડીલ ટીવી નામથી ઑનલાઇન શોપિંગ ચેનલ પણ ચલાવે છે.
4. અજય દેવગન:
બૉલીવુડ સિંઘમ રોહા ગ્રુપની સાથે પાર્ટનરશીપમાં છે. તેના સિવાય તે દેવગન એન્ટરટેનમેન્ટ સોફ્ટવેર લિમિટેડના ઓનર પણ છે.
5. શાહરુખ ખાન:
અભિનેતા શાહરુખ ખાન અભિનયની સાથે સાથે પોતાના પ્રોડક્શન પર પણ ખુબ મહેનત કરે છે. શાહરુખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીસ એન્ટરટેનમેન્ટ ફિલ્મ પ્રોડ્યુસ કરવાની સાથે જ VFX પર પણ કામ કરે છે. તેના સિવાય શાહરુખ ખાન Kolkata Knight Riders ના કો-સ્ટાર પણ છે.
6. શિલ્પા શેટ્ટી:
જો કે શિલ્પા શેટ્ટી ટીવી શો ના જજ સ્વરૂપે જોવા મળે છે. પણ વાસ્તવમાં તે Losis નામનું સ્પા અને સલુનથી પણ કમાણી કરે છે. તેના સિવાય તેમણે ફિટનેસ અને યોગાની ડીવીડી પણ લૉન્ચ કરી હતી, જેને ખુબ સારી એવી પ્રતિક્રિયા પણ મળી હતી.
7. સલમાન ખાન:
રિપોર્ટના આધારે સલમાન ખાને Yatra.com માં અમુક પૈસા ઈન્વેસ્ટ કરેલા છે. તેના સિવાય તે બિંગ હ્યુમન ના માલિક પણ છે. બિંગ હ્યુમનના 14 દેશોમાં લગભગ 160 જેટલા સ્ટોર છે.
8. મિથુન ચક્રવર્તી:

મિથુન ચક્રવર્તીનું પૈપરાજી નામનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે. તેના સિવાય તેની હોસ્પિટાલિટી અને એજ્યુકેશન સેક્ટરમાં મોનાર્ક ગ્રુપ નામની કંપની પણ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.