ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

8 લોકોએ મારી સાથે બળાત્કાર કર્યો, મારી મારીને કાન પણ… KBCમાં પીડિતાની સ્ટોરી સાંભળી અમિતાભ પણ થઇ ગયા સ્તબ્ધ

સવાલ જવાબના આ શો કેબીસીમાં આમ તો કેટલાય મહેમાન આવતા હોય છે પરંતુ આ વખતે હોટ સીટ પર આવેલી મહિલાની કહાની ખુબ જ દુઃખદ, ભયાનક, પીડાદાયક અને સાહસથી ભરપૂર છે. આ કહાની છે સુનિતાની છે જેને અમિતાભ બચ્ચન કર્મવીર કહીને બોલાવે છે. પરંતુ એક રેપપીડિત મહિલાનો કર્મવીર બનવાની આ સફર ખુબ જ અઘરી અને કાંટાથી ભરેલી હતી.

Image Source

સુનિતાને નાનપણથી જ પોતાના ઘરની નજીક એક ગામમાં રહેતા ગરીબ છોકરાઓની મદદ કરવાનો શોખ હતો. તે જયારે 8 વર્ષના હતા ત્યારથી જ તેમને દિવ્યાંગ છોકરાઓને ડાન્સ શીખવવાનું શરુ કર્યું હતું. 12 વર્ષની ઉંમરે તે છોકરાઓ માટે શાળા ચલાવતા હતા. 15 વર્ષની ઉંમરે તેઓ દલિત વર્ગના લોકો માટે કોમ્યુનિટી નવ સાક્ષરતા અભિયાન ચલાવતા હતા. એક દિવસ તેઓ છોકરાઓને ભણાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે 8 લોકોને તે પસંદ ન આવ્યું અને તેમને કહ્યું કે આ પુરુષ પ્રધાન દેશ છે. તેને પછી તે 8 લોકોએ મળીને સુનિતા સાથે ગેંગરેપ કર્યો.

Image Source

આટલું જ નહીં પણ તે 8 લોકોએ સુનિતાને મારી મારીને તેમનો એક કાન ખરાબ કરી દીધો. આ ભયાનક ઘટના પછી સુનિતાનું જીવન બરબાદ થઇ ગયું અને તે દુઃખોથી ઘેરાઈ ગઈ. પરંતુ આ દુઃખદ સમયમાં પણ તેને હાર ન માની અને એક નવી સંસ્થા બનાવી જે મહિલાઓ અને છોકરીઓની લેવડ-દેવડ કરતા લોકોના વિરોધમાં અવાજ ઉઠાવતી અને આવી પીડિત મહિલાઓને રહેવા માટે સ્થાન આપતી. આ 4-5ની ફૂટ છોકરીએ જે વિચાર્યું એ આજે બીજા માટે પ્રેરણાદાયક છે. તેમને કોલેજમાં દાખલો લીધો કે જેથી તેઓ સમાજ સેવિકા બની શકે. તેમની આ કહાની સાંભળીને અમિતાભ બચ્ચન પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

સુનિતાએ એક ઇન્ટરવ્યૂ જણાવ્યું હતું કે, “હું માનું છું ત્યાં સુધી માનસિક પીડા, હત્યા કરતા ખુબ જ ભયાનક છે, જે મહિલા બળાત્કારથી પીડિત હોય તેનું દુઃખ અને ડર કોઈ નથી સમજી શકતું. જરા વિચારો જીવનની એક-એક ક્ષણ બીક, દુઃખ અને એકલા વિતાવવી પડે એ ખુબ જ અઘરું હોય છે તે દરેક સેકેંડ એક મૃત્યુ જેવી હોય છે.”

Image Source

KBCમાં તેમને જણાવ્યું કે તેમને આ કામના કારણે તેમને પર 17 જીવલેણ હુમલા થયા છે. તેઓ મરવાથી ડરતા નથી તેમને જણાવ્યું હતું કે, “જ્યાં સુધી મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી હું બીજી છોકરીઓ જે પીડિત છે તેમને માટે હું મારી જિંદગી કમિટી કરીશ.” વર્ષ 2016માં દેશના ચોથા સર્વોચ્ચ સમ્માન પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવેલ સુનિતાએ જણાવ્યું હતું કે તેમને 3 વર્ષની છોકરીને એ વેશ્યાલયમાંથી છોડાવીને નવું જીવન આપ્યું હતું. તેમને મધર ટેરેસા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સુનિતાએ સામાજિક વિષય પર 14 થી વધારે ફિલ્મો પણ બનાવી ચુકી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.