8 ઓક્ટોબરનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજનો દિવસ તમારા માટે ખુબ સાનુકુળ રહેશે. દિવસ દરમિયાન આજે ઘણા નવા લોકોને મળવાનું થશે. તમારા દુરના મિત્ર જો તમારાથી નારાજ હોય તો તેમને આજે માનવી લો. આજનો દિવસ પરિવાર સાથે સુખ અને શાંતિથી વ્યતીત થશે તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
બીજા લોકોનું સુખ અને પ્રગતિ જોઇને તેમની ખુશીમાં સામેલ થાવ તમારી ઈર્ષાવૃતિને કારણે તમે લોકોની નજરમાં આવી શકો છો. આજે જેટલા પણ પૈસા બનાવવામાં રસ્તા તમારી સામે આવશે એટલા જ ખર્ચ પણ સતત વધશે. આજે ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. તમારી વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
ઘરમાં આજે મહેમાન આવવામાં વધારો થશે દરેકને મળવાથી તમારું મન પ્રફુલિત થઇ જશે. અણધારી ઘણી બધી ભેટ તમને મળશે. તમારા સંતાનોને આજે કોઈ ઈજા ના થાય એની તકેદારી રાખજો. કામ પણ એટલું વધશે તમારા જીવનસાથીને કામમાં મદદ કરો આમ કરવાથી તમારા જીવનસાથી તરફથી તમને ભરપૂર પ્રેમ મળશે. આજનો દિવસભર બહુ વ્યસ્ત રહેવાને કારણે થાક અનુભવશો. તબિયતની કાળજી રાખજો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની
5. સિંહ – મ,ટ (Lio):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ
7. તુલા – ર,ત (Libra):
આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. ટૂંકી ધાર્મિક મુસાફરી બની શકે છે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. આજે દરેક નિર્ણય તમારા વડીલો અને જીવનસાથીની સલાહ લઈને જ કરો. આજે તમને બધી તરફથી ફાયદો મળશે તમારા જુના મિત્રોને મળીને મન ખુશ થઇ જશે તમારા મિત્રો તમારી પરિસ્થતિ જોઇને ખુશ થશે તેમને તમારા પર ગર્વ થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે પૈસા કમાવવા માટે સારી તક તમને મળશે. તમારામાં અનોખી માનસિક ઉર્જાની અનુભૂતિ થશે. તમારી મુલાકાત કેટલાક જ્ઞાની લોકો સાથે થઇ શકે છે. પરિવાર સાથે મળીને કોઈ બિઝનેસ શરુ કરવા માંગો છો તો આજનો દિવસ સારો છે. આજે તમને જીવનસાથી નો સારો સપોર્ટ મળશે. તમારું લગ્નજીવન આનંદપ્રમોદથી પસાર થશે. આજે કરેલ કામ અને મહેનતના લીધે તમને થાકનો અનુભવ થશે. તમને આજે કેટલાક લોકો તમારા લક્ષથી દૂર કરવાનો પ્રયાસ કરશે પણ તમારે હારવાનું નથી. બિઝનેસ વિદેશમાં ફેલાવવા માટે આજનો દિવસ યોગ્ય છે. જો નોકરીમાં કોઈ પ્રોજેક્ટ અટકી ગયો છે તો તેની નવેસરથી શરૂઆત કરી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : કાળો
10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના યોગ છે, નોકરી અને વેપાર કરતા મિત્રોને ધનલાભ થવાના યોગ છે. આજે જીવનસાથીના નામે કોઈ મિલકત એટલે કે ઘર કે જમીન લેશો તો ભવિષ્યમાં સારો ફાયદો મળશે. પરણિત મિત્રોને બહાર કોઈ સાથે અફેર થઇ શકે છે પોતાની જાત પર કંટ્રોલ કરતા શીખો. હાડકાનો કોઈ જુનો રોગ હશે જે તમને આજે પરેશાન કરશે. આજે નોકરી કરતા મિત્રોને સહકર્મીઓ પાસેથી સારો સપોર્ટ મશે. જૂનું કોઈ મકાન વેચવા મુક્યું હશે તો આજે સારો ભાવ તમને મળશે. આજે બની શકે તો મનને શાંત રાખો નહીતો સાંજના સમયે માથાનો દુખાવો પણ થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : સોનેરી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારી તબિયત બગડવાના યોગ છે તો આજે તમારે કોઈપણ પ્રકારનું બહારનું ભોજન લેવાનું ટાળો. આજે બને ત્યાં સુધી ઘરનું જ શુદ્ધ અમે સાત્વિક ભોજન લેજો. આજે દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો બજેટની બહાર ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. એકંદરે પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજે કોઈપણ જાણીતા કે અજાણ્યા લોકો સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવું નહિ. આજે વજન વધારે વ્યક્તિને અને ડાયાબિટીસના દર્દીને સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી. આજે વિદ્યાર્થી મિત્રો માટે અનુકુળ સમય છે. આજે વેપારી મિત્રોને પરિવાર સાથે મુસાફરી કરવાના યોગ છે. તમારા નજીકના સંબંધીઓને આજે તમારી મદદની જરૂરત છે તો મદદ કરો અને ખુશ રહો.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.
સ્વાસ્થ્ય – આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.
નોકરી-ધંધો – આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.
કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here