મનોરંજન

પહાડી વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે આ 8 અભિનેત્રીઓ, ઇન્ડસ્ટ્રીમાં વાગે છે તેમના નામનો ડંકો, જુઓ કોણ કોણ છે એ

પહાડી વિસ્તારમાંથી આવે છે આ 8 સુંદરીઓએ ટીવી જગતમાં ધમાકો મચાવેલો છે

બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે દેશ અને વિદેશના વિભિન્ન ક્ષેત્રોમાંથી આવી છે. અને આજે પોતાની એક આગવી ઓળખ બનાવી ચુકી છે. આજે અમે તેમને ટીવી ઇન્ડસ્ટ્રીની એવી 8 અભિનેત્રીઓ વિશે જણાવીશું જે પહાડી વિસ્તારમાંથી આવે છે અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આજે તેમના નામનો ડંકો વાગે છે.

Image Source

1. રૂબીના દિલૈક:
રુબીના નાના પડદાની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. તેને ટીવી ધારાવાહિક “છોટી બહુ, શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી અને સૌમ્યા” દ્વારા એક આગવી ઓળખ બનાવી છે. રૂબીના દિલૈક હિમાચલ પ્રદેશના શિમલાની રહેવાસી છે.

Image Source

2. અલીશા પવાર:
અલીશાએ “ઇશ્ક મેં મરજાવા, મેરી ગુડિયા અને જમાઈ રાજા” જેવી ધારાવાહિકોમાં કામ કર્યું છે. દર્શકોને પણ અલીશાનો અભિનય ખુબ જ પસંદ આવે છે. અલીશા પણ હિમાચલ પ્રદેશના શિમલાની છે.

Image Source

3. શિવ્યા પઠાનીયા:
“એક રિશ્તા સાજેદારી કા” ધારાવાહિકમાં સાચીનું પાત્ર નિભાવીને પ્રસંશા મેળવનારી અભિનેત્રી શિવ્યા પણ પહાડી વિસ્તાર શિમલાથી આવે છે. તે “રાધાકૃષ્ણ અને રામ સિયા કે લવ કુશ”માં પણ નજર આવી ચુકી છે.

Image Source

4. ઈશાની શર્મા:
ઈશાની પણ હિમાચલ પ્રદેશથી જ સંબંધ ધરાવે છે. તે હિમાચલના મંડીની રહેવાસી છે. તે ધારાવાહિક “હમકો તુમસે હો ગયા હે પ્યાર ક્યાં કરે, સસુરાલ સીમર કા અને ઈશ્કબાજ” માં નજર આવી ચુકી છે.

Image Source

5. ચાર્લી ચૌહાણ:
એમ ટીવીના રિયાલિટી શો રોડીઝનો ભાગ રહી ચુકેલી ટીવીની અભિનેત્રી ચાર્લી ચૌહાણ પણ શિમલાથી સંબંધ ધરાવે છે. તેને “કૈસી યે યારિયાં, બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર અને પ્યાર તુને ક્યાં કિયા” જેવી ધારાવાહિકોમાં કામ કર્યું છે.

Image Source

6. એકતા કૌલ:
ભારતની સૌથી સુંદર જગ્યા કાશ્મીરથી સંબંધ રાખનારી અભિનેત્રી એકતા કૌલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ મોટું નામ છે. તેને સુમિત વ્યાસ સાથે લગ્ન કર્યા છે અને તે “મેરે અંગને મેં, બડે અચ્છે લગતે હે” જેવી ધારાવાહિકમાં નજર આવી ચુકી છે.

Image Source

7. હિના ખાન:
લાંબા સમયથી નાના પડદા ઉપર અભિનય કરીને દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી હિના ખાનનો જન્મ પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં થયો છે. હિના ખાન બિગ બોસનો પણ ભાગ રહી ચુકી છે.

Image Source

8. અસ્મિતા સુદ:
શિમલાની જ બીજી એક અભિનેત્રી અસ્મિતા સુદે ટીવીની ધારાવાહિક ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને નાના પડદા ઉપર “ફિર ભી ના માને બત્તમીઝ દિલ અને દિલ હી તો હે” જેવી ધારાવાહિકોમાં કામ કર્યું છે.