મનોરંજન જગતમાંથી દુઃખદ સમાચાર: 35 વર્ષીય 8 મહિનાની ગર્ભવતી અભિનેત્રીનું અચાનક થઇ ગયું મોત, ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

મનોરંજન જગતમાંથી આવ્યા વધુ એક દુઃખદ સમાચાર ! 8 મહિનાની ગર્ભવતી અભિનેત્રીનું હાર્ટ એટેકથી મોત, ICUમાં ભરતી છે ન્યુબોર્ન બેબી

8 Months Pregnant Actress Passes Away : મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવતી રહે છે. થોડા સમય પહેલા જ ટીવી એક્ટ્રેસ રેંજુષા મેનનનું નિધન થયું હતું. જેના બાદ ઇન્ડસ્ટ્રીમાં પણ શોક છવાઈ ગયો હતો. હજુ રેંજૂષાના નિધનમાંથી ઇન્ડસ્ટ્રી બેઠી નહોતી થઇ ત્યાં વધુ એક ખબર સામે આવી છે. જેમાં મલયાલમ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ડો. પ્રિયાનું 35 વર્ષની ઉંમરમાં જ નિધન થઇ ગયું. અભિનેત્રી 8 મહિનાની ગર્ભવતી પણ હતી. જેના કારણે ઇન્ડસ્ટ્રી અને પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

હોસ્પિટલમાં થઇ હતી એડમિટ :

મલયાલમ અભિનેત્રી ડૉ.પ્રિયાનું 31 ઓક્ટોબરે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, અને ત્યાં જ તેને હૃદયરોગનો હુમલો થયો હતો. તે 8 મહિનાની ગર્ભવતી હતી. હાલ તેનું બાળક ICUમાં છે. પ્રિયાના આકસ્મિક અવસાનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તે માત્ર 35 વર્ષની હતી. એક્ટર કિશોર સત્યાએ પ્રિયાના મૃત્યુના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

8 મહિનાની હતી ગર્ભવતી :

તેમણે જણાવ્યું કે ડૉ. પ્રિયા આઠ મહિનાની ગર્ભવતી હતી અને બુધવારે તેનું અવસાન થયું. બાળક આઈસીયુમાં છે, કોઈ સમસ્યા નથી. તે ગઈકાલે મંગળવારે નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી. અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. એક માતા પોતાની એકમાત્ર દીકરીના મૃત્યુનો આઘાત સહન ન કરી શકી અને રડી પડી. પ્રિયાના પતિ નન્ના છ મહિનાથી તેની સાથે હતા અને તેની આંખોમાં પત્નીને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. જ્યારે હું હોસ્પિટલમાં ગયો અને મેં જે જોયું, મને દુઃખ થયું.”

ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ :

મલયાલમ એક્ટ રંજુષા મેનન ડો. પ્રિયાના મૃત્યુના એક દિવસ પહેલા મૃત્યુ પામી હતી. તેની લાશ ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. પ્રિયા મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. તેણે કરુથમુથુમાં ભજવેલી ભૂમિકા માટે તેને ઓળખ મળી. પ્રિયા વ્યવસાયે ડૉક્ટર હતી અને પછી એક્ટિંગમાં આવી ગઈ. પરંતુ લગ્ન બાદ તેણે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે તિરુવનંતપુરમની પીઆરએસ હોસ્પિટલમાં એમડી કરી રહી હતી.

Niraj Patel