માતાએ પોતાના 8 મહિનાના દીકરાની કરી હત્યા, તે બાદ ફાંસી ખાઇ પોતે કરી આત્મહત્યા, જાણો વિગત

સાસરાવાળાએ એવું તો શું કર્યું કે દીકરીને મારી નાખી? સમગ્ર વિગત જાણીને રૂંવાટી ઉભી થઇ જશે

ઘણીવાર એવા કિસ્સા સામે આવે છે જેમાં જોઇ શકાય છે કે, ઘરમાં કલેશને કારણે ઘર તૂટી જાય છે. આવી જ એક ઘટના ગુજરાતમાંથી સામે આવી છે, જેમાં એક પરેશાન મહિલાએ 8 મહિનાના દીકરાની ગળુ દબાવીને હત્યા કરી દીધી અને તે બાદ તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

ગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢના નજીક મોટી ઉભરવાડ ગામમાં પરેશાન મહિલાએ 8 મહિનાના દીકરાની ગળુ દબાવીને હત્યા કરી દીધી અને તે બાદ તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. ઘટનાની વિગત મુજબ, મૃતકના પિતાએ સાસરાવાળા પર આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે કેસ દાખલ કરાવ્યો છે. તેમજ ધરપકડની માંગ કરી છે.

મૃતકના પિતાએ જણાવ્યુ કે, દીકરીના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. આ પહેલા તે પિતા સાથે દુકાન પર બેસતી હતી અને મદદ કરતી હતી. રેશમા સાસરાવાળાથી પરેશાન થઇ ચૂકી હતી. આખરે તેને મોત સિવાય કોઇ ઓપ્શન ન દેખાયો.

હાલોલના વાંકડિયા રાઠવા ફળિયાની રેશમા છત્રસિંહ રાઠવાની 3 વર્ષ પહેલા કમલેશભાઇ રાઠવા સાથે લગ્ન થયા હતા. રેશમા બાળપણથી જ પાવાગઢ મંદિર પાસે પિતાની દુકાનમાં સામાન વેચતી હતી. પિતાએ લગ્ન દરમિયાન જ દીકરીના પતિ અને સાસરાવાળાને કહી દીધુ હતુ કે, રેશમા ઘરનું કામકાજ જાણતી નથી. છત્તા તેના સાસરાવાળા કામને લઇને તેને પરેશાન કરતા હતા. રેશમાએ 8 મહિના પહેલા જ દીકરાને જન્મ આપ્યો હતો.

રેશમાનો પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. જયારે કમલેશ નોકરી પર જતો રહ્યો ત્યારે સોમવારે સાંજે રેશમાએ પહેલા દીકરાને ગળુ દબાવીને મારી નાખ્યો અને તે બાદ તેણે પોતે પંખા પર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. હાલમાં પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

રેશમાના સાસરવાળાએ તેના મૃત શરીરને નીચે ઉતારીને તેના પિતાને આ વાતની જાણકારી આપી હતી અને તે બાદ પોલિસે આવી તેના પિતાને જાણ કરી હતી.

Shah Jina