હોમિયોપેથિક દવાને કારણે થયા એક જ પરિવારના 8 લોકોનાં મોત, સમાચાર મળતા જ ડોક્ટર ફરાર, જાણો

છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુવારે એક જ પરિવારના 8 લોકોની મોત થઇ ગઇ છે અને પાંચની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ મામલે CMOએ જણાવ્યુ છે કે, હોમિયોપેથિક દવા પીવી એ આ મોતનું કારણ હોઇ શકે છે.

કોરોના સંક્રમણથી બચવા માટે લોકો હવે વિવિધ પ્રકારની નુસ્ખા અપનાવી રહ્યા છે, જે ખતરનાક પણ સાબિત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો છત્તીસગના બિલાસપુરમાં સામે આવ્યો છે. અહીં હોમિયોપેથીક દવા લેવી પૂરા પરિવારને ભારે પડી ગઈ છે. આ દવા ખાવાથી આઠ લોકોનાં મોત નીપજ્યાં હતા.

સીએમઓએ માહિતી આપી હતી કે, પરિવારના સભ્યોના મોતના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે, અને ત્યારબાદ હોમિયોપેથીક દવા આપનાર ડોક્ટર ફરાર થઈ ગયા છે. પોલીસ ટીમ ડોક્ટરની શોધ કરી રહી છે અને તેના ઠેકાણાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સીએમઓએ જણાવ્યું કે, આખા પરિવારે હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 લીધી હતી. તેમાં આલ્કોહોલનું પ્રમાણ 91 ટકા જેટલું હોય છે, જે દેશી દારૂ સાથે મિલાવવામાં આવે છે. આ લેવી ખૂબ જ જોખમી સાબિત થાય છે અને ઘણા કિસ્સાઓમાં તે લેનારા માટે ઝેરનું કામ પણ કરે છે.

Shah Jina