8 સિંહોનું ટોળું ગામની અંદર ઘુસી આવ્યું, દુકાનમાં લાગેલા CCTVમાં ઘટના થઇ ગઈ કેદ.. જુઓ વીડિયો
ગુજરાતની ગીરની ધરતી સાવજોની ધરતી કહેવામાં આવે છે. ગીરના જંગલમાં ઘણા બધા સિંહો જોવા મળે છે. ત્યારે ઘણીવાર આ સિંહ રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે અને તેમના વીડિયો પણ કેમેરામાં કેદ થઇ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં 1-2 કે 5 નહિ પણ 8-8 સિંહો લટાર મારવા નીકળેલા જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે રાજુલા તાલુકાના રામપરા ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં જોઈ શકાય છે કે 8 સિંહો ગામની અંદર રાતના અંધારામાં લટાર મારી રહ્યા છે. આ સમગ્ર ઘટના ત્યાં એક દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને તેનો વીડિયો વાયરલ થઇ ગયો.
આ વીડિયોને ભારતીય સેવા વન અધિકારી સુશાંત નંદાએ પણ તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તેમને વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે. “વધુ એક દિવસ.. વધુ એક ગૌરવ.. સિંહોનું ગુજરાતના રસ્તા પર ચાલવું.” આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો આ વીડિયો પર પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.
View this post on Instagram
આ પહેલી ઘટના નથી કે આ રીતે સિંહો ગીર, અમરેલી તેમજ આસપાસના વિસ્તારોમાં ખુલ્લામાં ફરતા જોવા મળ્યા હોય. આ પહેલા પણ ઘણી એવી ઘટનાઓ સામે આવી ગઈ છે. જેમાં સિંહ ગામની અંદર જોવા મળતા હોય છે. ગીરમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે અને આ રીતે ગામડામાં જોવા મળતા લોકોમાં પણ ભયનો માહોલ વ્યાપી જાય છે.