જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 8 જાન્યુઆરી : શુક્રવારના દિવસે આ 6 રાશિઓના જીવનમાં લખાયેલું છે અણધાર્યું સુખ, જાણો બાકી રાશિઓનો કેવો રહેશે દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા કામને લઈને તમારે સજાગ બનવાની જરૂર છે. કોઈના પ્રલોભનમાં આજે ના ફસાવવું. નહીં તો નુકશાન કરી બેસો છો. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરને એવી કોઈ વાત ના કરવી જેનાથી મુશ્કેલી સર્જાઈ શકે. પ્રેમી પંખીડા માટે દિવસ સામાન્ય રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ખર્ચ ઉપર કાપ મુકવાની જરૂર છે. આજે તમને કોઈ પ્રશ્ન મૂંઝવી શકે છે, પરંતુ સાંજ સુધી તમને એ પ્રશ્નનું સમાધાન મળી જશે. કાર્યસ્થળ ઉપર આજનો દિવસ વ્યસ્ત રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ નવી ખુશી પાર્ટનર દ્વારા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મળીને કોઈ વાતે ચર્ચા કરશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોએ આજે ખાવાપીવાની બાબતમાં ખુબ જ ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો આજે તમારી તબિયત બગડી શકે છે. આજે તમારા કામને લઈને તમે થોડા ગંભીર નજર આવશો. આજે તમને તમારા કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર  સાથે સારો સમય પસાર કરી શકશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશનુમા રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ ઉપર પણ તમારા સહાયક તમને ખુશી મળે તેવું કોઈ કામ કરશે. પરણિત લોકો આજે સાંજના સમયે પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ નિર્ણય ઉપર મક્કમ થતા જોવા મળશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોને આજે દરેક પગલે સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારા વિરોધીઓ તમને હેરાન કરી શકે છે. જેનાથી તમારી ચિંતામાં પણ વધારો થશે.  આજે તમારી મૂંઝવણ કોઈ સાથે શેર ના કરવી નહિ તો કોઈ તમારો ફાયદો પણ ઉઠાવી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ વાતને લઈને નિરાશા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે ખુશીમાં પોતાનો દિવસ વિતાવશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):  આ રાશિના જાતકોને આજે કોઈ મિત્ર દ્વારા જીવનનની મુશ્કેલીનો ઉકેલ મળી શકે છે. તમારો મિત્ર આજે તમને એક સાચા સાથીના રૂપમાં જોવા મળશે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન મળી શકે છે. ધંધામાં પણ આજે વૃદ્ધિ થાવનો યોગ છે. પરણિત લોકોનું જીવન આજે ખુશીમાં વીતશે, પ્રેમી પંખીડાઓ પોતાના પરિવારમાં આજે પોતાના સંબંધોને આગળ વધારવાની વાત કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોએ આજના દિવસે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. આજે કોઈ કામમાં મુશ્કેલી અનુભવતા હોય તો કોઈ જાણકારની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. પરણિત લોકો આજે જીવનના કોઈ આગોતરા આયોજન વિશેની ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોએ આજે ભાગ્યના સહારે બેસી રહેવાના બદલે પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આજે તમારું કામ તમને પ્રસિદ્ધિ અપાવશે. નોકરી કરતા લોકોને આજે પગારમાં વધારો થઇ શકે છે. પરણિત લોકો આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ આજે એકસાથે સારો સમય પસાર કરશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આજના દિવસે પરિવાર સાથે કોઈ નાની પિકનિકનું આયોજન કરી શકે છે. આજે તમારો પરિવાર તમારી નજીક રહેશે. જેના કારણે મનમાં પણ ખુશી થશે. આજે ઘરે કોઈ દૂરના સંબંધી પણ આવી શકે છે. પરણિત લોકો આજે એકબીજા સાથે સારો સમય પસાર કરી શકશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે ઉત્સુક જોવા મળશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોએ આજના દિવસની શરૂઆત ભગવાનના મંદિરે હાથ જોડીને કરવી જોઈએ, જેના કારણે આજે તમારા દરેક કામ સફળ થશે. જો તમે આજે કોઈ દેવસ્થાનની મુલાકાત લેશો તો ખુબ જ ફાયદાકારક રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈનવી ખુશીના સમાચાર મળશે. પ્રેમી પંખીડાઓને તેમના સંબંધને આગળ વધારવા માટે આજે પરિવારની મંજૂરી મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજે કોર્ટ કચેરી સાથે જોડાયેલા મામલાઓમાં રાહતના સમાચાર મળશે. આજે તમારા વિરોધીઓ તમારાથી દૂર તથા નજર આવશે, જેના કારણે તમે જીવનમાં આગળ વધવાના તમારા આયોજનો ઉપર મક્કમ બનતા નજર આવશો. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવો સમાન લાવવાને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ભેટ આપી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ગમતા વ્યક્તિને ખુશ કરવા માટે કંઈક ખાસ કરી શકે છે. આજે તમને જીવનસાથી તરફથી ભેટ પણ મળી શકે છે. આજના દિવસે તમે રોમાન્ટિક મૂડમાં નજર આવશો જેના કારણે આખો દિવસ ખુશીમાં પસાર થશે. નોકરી ધંધામાં પણ આજે પ્રગતિ જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને એકબીજા ઉપર શંકા કરી શકે છે.