ખબર

ગુજરાતમાં કોરોનાના આવ્યા ડરામણા આંકડા, છેલ્લા 24 કલાકમાં રાફડો ફાટ્યો- જાણો અંદરની વિગત

ગુજરાતમાં આજે ફરી એકવાર કોરોનાએ ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5677 ન્યુ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1359 દર્દી સાજા થયા છે, તો આજે સારી વાત એ છે કે કોરોનાથી એકપણ મોત થયું નથી. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન વેરિયન્ટના પણ નવા 32 કેસ આજે નોંધાયા છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 5000થી વધુ કેસ આવ્યા છે, ગઈકાલે કોરોનાના 5396 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 19 મે 2021ના રોજ 5246 કેસ હતા.

2022 નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5677 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1356 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં આજે એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી. જેમાં અમદાવાદમાં આજે પણ સૌથી વધુ 2567 કેસ જ્યારે સુરતમાં 1661 કેસ આવ્યા છે. જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના પણ નવા 32 કેસ આજે નોંધાયા છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 5000થી વધુ કેસ આવ્યા છે, ગઈકાલે કોરોનાના 5396 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 19 મે 2021ના રોજ 5246 કેસ હતા.

અમદાવાદમાં સૌથી વધુ 2521 કેસ નોંધાયા છે તો સુરતની વાત કરીએ તો ત્યાં 1578, બાકી રાજકોટમાં 166, વડોદરામાં 271, ગાંધીનગરમાં 51, જામનગરમાં 53, જૂનાગઢમાં 36, વલસાડમાં 116, ભાવનગરમાં 62,આણંદમાં 87, ખેડામાં 64, કચ્છમાં 63, ભરૂચમાં 41, નવસારીમાં 26, મહેસાણામાં 41, મોરબીમાં 26, સાબરકાંઠામાં 08, અમરેલીમાં 19, બનાસકાંઠામાં 14, દાહોદમાં 21, પંચમહાલમાં 13, દ્વારકામાં 13, અરવલ્લીમાં 08, મહીસાગરમાં 14, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 13, તાપીમાં 5, નર્મદામાં 0 અને પાટણમાં 2 કેસ આવ્યા છે.