એવી 8 ગંદી ગંદી ફિલ્મો જેને જોઇને તો સેંસર બોર્ડે સીધી બેન કરી દીધી, ભૂલથી પણ ન જોતા તમે

આ 8 ફિલ્મોએ ભારતીય સંસ્કૃતિના કર્યા લીલા- લહેર..બધી શરમ છોડીને એવા એવા ગંદા દ્રશ્યો દેખાડ્યા કે જોતા જ ફફડી જશો

દેશમાં આ સમયે ઇરોટિક ફિલ્મો અને ગંદી ફિલ્મોને લઇને ઘણી મોટી ચર્ચા થઇ રહી છે. રાજ કુંદ્રા કેસ આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. રાજ કુંદ્રા અને તેમના વકીલોનું કહેવુ છે કે તેઓ ઇરોટિક ફિલ્મો બનાવતા હતા પરંતુ પોલિસનું કહેવુ છે કે તેઓ ગંદી ફિલ્મો બનાવતા હતા. બદલાતા સમયમાં અને ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મને ઉદય થયો છે, ઇરોટિક ફિલ્મો અને વેબ શો હવે સામાન્ય થઇ ગયા છે.

લવ મેકિંગ સીન અને બોલ્ડ સીન હવે ઘરે ઘરે પહોંચી ગયા છે. જો કે, બોલિવુડમાં સેંસર બોર્ડને કારણે આજે પણ આવા સીન્સ પર કાતર ચલાવવામાં આવે છે. આ જ કારણ છે કે, બોલિવુડ કે કોઇ બીજી ભાષાની ફિલ્મોમાં કપડા વગર બતાવવા પર લગામ છે. પરંતુ ઇતિહાસના પાનામાં એવી લગભગ 8 ફિલ્મો છે, જેમાં ઇરોટિક કંટેંટ અને ઘણા બોલ્ડ સીન જોઇને તો સેંસર બોર્ડે પણ તેને રેટિંગ આપવાથી હાથ ઊંચા કરી લીધા હોય.

1.સિન્સ : આ ફિલ્મ તેના બોલ્ડ વિષય અને ઇરોટિક સીન્સને કારણે બેન થઇ. વર્ષ 2005ની આ વાત છે. વિનોદ પાંડેના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાઇની આહૂજા અને સીમા રહમાની લીડ રોલમાં હતા.ફિલ્મની કહાની કેરળના એક પાદરીની છે. જેને એક મહિલા સાથે પ્રેમ થઇ જાય છે. આ ફિલ્મને લઇને કૈથલિક સમાજે ઘણી આપત્તિ જતાવી હતી. સેંસર બોર્ડે આ ફિલ્મના કેટલાક સીન્સથી નિગાહો પણ ફેરવી લીધી હતી. જો કે, આ ફિલ્મ બેન થઇ ગઇ.

2.અનફ્રીડમ : વર્ષ 2015માં આવેલી અનફ્રીડમને સેંસર બોર્ડે રેટિંગ આપવાની ના કહી દીધી હતી. આ ફિલ્મને રાજ અમિત કુમારે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં લેસ્બિયન લવ સ્ટોરી સાથે ઇસ્લામિક આતંકવાદને પણ બતાવવામાં આવ્યો હતો. ફિલ્મને સિનેમાઘરોમાં રીલિઝ થવાથી બેન કરી દેવામાં આવી હતી. બાદમાં તેને ઓટીટી પ્લેટફોર્મ પણ રીલિઝ કરવામાં આવી હતી.

3.કામસૂત્ર : અ ટેલ ઓફ લવ : મીરા નાયરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ “કામસૂત્ર : અ ટેલ ઓફ લવ” વાજિદ તબ્બુસમની શોર્ટ સ્ટોરી ઉતરન પર આધારિત છે. આ ફિલ્મને રીલિઝ કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. આના પર બેન પણ લગાવી દીધો હતો. પછી ફિલ્મના 2 મીનિટના સીન પર કાતર મરાઇ હતી અને તેને 1996માં ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલમાં રીલિઝ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

4.પાર્ચ્ડ : અજય દેવગનના બેનર નીચે બનેલી પાર્ચ્ડને લીના યાદવે ડાયરેક્ટ કરી છે. કહાની ચાર મહિલાઓની છે, જે ગુજરાતના એક ગામમાં રહે છે. તેમની પોતાની સમસ્યાઓ છે. તેમાં પિતૃસત્તાત્મકતા છે, બાળ લગ્ન છે, દહેજ છે, અને તેની સાથે સાથે મેરિટલ રેપ પણ છે. તનિષ્ઠા મુખર્જી, રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા, સયાલી ગુપ્તા અને આદિલ હુસેને આ ફિલ્મમાં કામ કર્યુ છે. રાધિકા આપ્ટે અને આદિલ હુસેન વચ્ચે ખૂબ જ લવ મેકિંગ સીન છે જેને લઇને ઘણી આપત્તિ થઇ. પહેલા આના પર બેન લગાવવામાં આવ્યો અને પછી ઘણા કટ્સ બાદ તેને 23 સપ્ટેમ્બર 2016ના રોજ રીલિઝ કરવામાં આવી.

5.ઉર્ફ પ્રોફેસર : આ ફિલ્મને પણ તેના કંટેટંને કારણે બેન થવું પડ્યુ હતુ. પંકજ અડવાણીની આ ફિલ્મમાં મનોજ પાહવા, અંતરા માલી અને શરમન જોશી લીડ રોલમાં હતા. આ એક બ્લેક કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં ઘણા એવા સીન સાથે ગાળો પણ હતી, જેને કારણે સેંસર બોર્ડને પરેશાની થઇ. વર્ષ 2000માં ફિલ્મ બનીને તૈયાર હતી પરંતુ તેને બેન થવુ પડ્યુ હતુ.

6.ધ પિંક મિરર : આ ફિલ્મ ટ્રાંસસેલિટી અને હોમો પર બની હતી. કહાનીમા કેંદ્રમાં બે ટ્રાંસ અને એક ગે છોકરો છે. ફિલ્મના વિષય સાથે કંટેંટ પણ ઘણુ બોલ્ડ હતુ. વર્ષ 2003માં સેંસર બોર્ડે તેને બેન કરી દીધી. આ ફિલ્મ આજે પણ બેન છે. જો કે આ ફિલ્મે ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણા એવોર્ડ જીત્યા છે.

7.ગાંડુ : વર્ષ 2010ની આ બ્લેક અને વ્હાઇટ ઇરોટિક ડ્રામા ફિલ્મને લઇને પહેલી આપત્તિ નામને કારણે થઇ હતી. કાશિક મુખર્જીની આ ફિલ્મમાં સીન્સની ભરમાર છે. જાહેર રીતે આ ફિલ્મને રેટિંગ આપવાની સેંસર બોર્ડે ના કહી દીધી હતી. ફિલ્મ બેન થઇ ગઇ. ફિલ્મમાં અનુબ્રતા બાસુ, જોયરાય ભટ્ટાચાર્યય, કમલિકા બર્ની, શિલાજીત મજુમદાર અને રિતુપર્ણા સેન મહત્વની ભૂમિકામાં છે.

8.ચત્રક : વર્ષ 2011ની આ બંગાળી ઇરોટિક ડ્રામા ફિલ્મ છે. ચત્રકનો મતલબ અંગ્રેજીમાં મશરૂમ થાય છે. આ ફિલ્મને શ્રીલંકાઇ ડાયરેક્ટર વિમુખ્તિ જયસુંદરાએ ડાયરેક્ટર કરી છે. આ ફિલ્મને કેટલાક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રીલિઝ કરવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મના કંટેંટ અને એવા સીન્સને કારણે તે કયારેય સિનેમાઘરોમાં રીલિઝ થઇ શકી નહિ.

Shah Jina