હેલ્થ

સાથળની ચરબી ઓછી કરવા માટે રામબાણ છે આ 8 ડ્રિન્ક્સ (પીણા)

મોટાભાગે લોકોમાં સાથળ અને કમરના ભાગમાં ચરબી વધારે જમા થઇ જતી હોય છે. એવામાં સાથળની ચરબી જમા થઇ જવા પર મોટાભાગે મહિલાઓ પોતાના મનપસંદ જીન્સ, પેન્ટ પહેરી શકતી નથી. સાથળની ચરબી તમારા આકર્ષક ફિગરને બગાડવા માટે પૂરતું છે. એવામાં દરેક મહિલાઓ ઇચ્છતી હોય છે કે તેના સાથળ કે કમરની ચરબી ઓછી થઇ જાય. એવામાં આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનું નિયમિત સેવન કરવાથી અને ખુબ ઓછી મહેનતે તમે સાથળની ચરબીને દૂર કરી શક્શો. ખાસ વાત એ પણ છે કે તેમાં ન તો વધુ મહેનત લાગશે કે ન તો વધારે ખર્ચો થશે. ચરબી ઓછી કરવા માટે તમારે માત્ર આ નિયમિત ડ્રિન્ક(પીણું)પીવાની જરૂર રહેશે.

Image Source

આ પીણું નિયમિત પીવાથી જલ્દી સાથળની ચરબી ઓગળી શકે છે પણ તેની સાથે સાથે તમારા રોજિંદા ખોરાકમાં પણ ધ્યાન રાખવાની જરૂર રહેશે. તમારે આ પાણી પીવાના સમયે તળેલા કે મસાલેદાર વસ્તુઓથી દૂર રહેવાનું રહેશે, એવું કરવાથી જ તેની અસર તમને અમુક જ સમયમાં દેખાવા લાગશે.

1. કાકડીનો રસ:

Image Source

જો તમે ડાઈટિંગ કરી રહ્યા છો તો તમારા ભોજનમાં કાકડીને પણ ઉમેરો. તમે કાકડીનો રસ કે જ્યુસ પણ લઇ શકો છો. કાકડીના રસમાં ઓછી કેલેરી હોય છે પણ ફાઈબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. કાકડીનો રસ પીવાથી સાથળની આસપાસની ચરબી ઓછી થવા લાગશે.

2. દૂધીનો રસ:

Image Source

કાકડીના રસની જેમ જ દૂધીનો રસ પણ મોટાપો ઓછો કરવામાં ખુબ જ સહાયક છે. દૂધીના રસમાં ઓછી કેલેરી અને વધુ માત્રામાં ફાઈબર હોય છે જે સાથળની ચરબીને જલ્દી ઓગાળી નાખે છે.

3. સોયા મિલ્ક:

Image Source

સોયા મિલ્કમાં રહેલું ફાલ્કેલોઇડ્સ નામનું તત્વ સાથળ, હિપ્સ અને કમરની ચરબીને ઝડપથી ઓગાળી નાખે છે.

4. કલૌન્જીનું પાણી(કાળું જીરું):

Image Source

જો તમે કલૌન્જીને ઉકાળીને તેનું પાણી પીશો તો ખુબ ઓછી મહેનતે જ સાથળની ચરબી ઓછી કરી શકશો. કલૌન્જીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જેનાથી ચરબી ઓગાળવામાં ખુબ મદદ મળે છે.

5. હળદરવાળું પાણી:

Image Source

હળદર ચરબી ઓગાળવામાં ખુબ જ અસરકારક છે. હળદરમાં રહેલું કરક્યુમીન નામનું તત્વ મોટાપો ઓછો કરવામાં ખુબ જ અસરકારક છે. જો હળદરને પાણીમાં ઓગાળીને નિયમિત રૂપે તેને પીવામાં આવે તો સાથળ પર જમા વધારાની ચરબી અમુક જ દિવસોમાં દૂર થઇ જશે.

6. મધનું પાણી:

Image Source

રોજ સવારે પાણીમાં મધ ભેળવીને પીવાથી સાથળ પરની ચરબી ઓગળવા લાગે છે. તમે આ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકો છો અને તે વધુ કારગર સાબિત થશે.

7. છાશ:

Image Source

છાશ પણ સાથળની ચરબી ઓછી કરવામાં ખુબ જ અસરકારક છે. ગરમીના દિસવોમાં મોટાભાગે છાશનો પ્રયોગ કરવો જોઈએ. તેમાં રહેલા પ્રોબાયોટિક ચરબીને ઓછું કરવામાં ખુબ અસરદાર છે.

8. ફોદીનાની ચા:

Image Source

ફોદીનાની ચા નિયમિત રૂપે પીવાથી સાથળની ચરબી જલ્દીથી દૂર થઇ જશે. ફોદીનામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ચરબીને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.