વાહ…મામા હોય તો આવા, 6 મામાઓએ ભેગા મળીને ભાણીયાના લગ્નમાં ભર્યું 8 કરોડનું મામેરું, 1 હજાર ગાડીઓ સાથે આવતા લોકો જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

ભાણાને લગ્નમાં મામાએ બનાવી દીધો કરોડપતિ, મામેરામાં 2.21 કરોડ રોકડા, 100 વીઘા જમીન અને 1 કિલો સોનુ આપ્યું !

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નના આ માહોલ વચ્ચે ઘણા બધા એવા શાહી લગ્નોની ખબર સામે આવે છે જેને જાણીને કોઈપણ હહરં રહી જાય. ઘણા લગ્ન ચર્ચામાં પણ આવી જતા હોય છે. તો ઘણીવાર મામાઓ દ્વારા ભરવામાં આવતું મામેરું પણ ચર્ચામાં આવે છે. ત્યારે હાલ એવા જ એક મામેરાની ખબરે લોકોના હોંશ ઉડાવી દીધા છે.

રાજસ્થાનના નાગૌર જિલ્લાના ધીંગસારા ગામમાં મહેરિયા પરિવારે 8 કરોડ 1 લાખ રૂપિયાનું મોમેરુ ભર્યું છે. આ મામેરામાં મોટી સંખ્યામાં લોકો સાથે મામા અર્જુન રામ મહેરીયા અને ભગીરથ મોહરીયા વાહનો સાથે મામેરું ભરવા માટે પહોંચ્યા હતા. લગભગ બે કિલોમીટર સુધી વાહનોનો કાફલો ચાલતો હતો.

આ મામેરામાં ભાઈઓ સેંકડો કાર, ટ્રેક્ટર, ઊંટ ગાડા અને બળદગાડા સાથે મામેરું ભરવા તેમની બહેનના ઘરે પહોંચ્યા હતા. આ મામેરામાં 2 કરોડ 21 લાખ રૂપિયા રોકડા રાખવામાં આવ્યા હતા. આ સિવાય એક થાળીમાં 1 કિલો 105 ગ્રામ સોનું, 14 કિલો ચાંદી રાખવામાં આવી હતી, જેની કિંમત લગભગ 8 લાખ 80 હજાર રૂપિયા છે. ઘઉં ભરેલ ટ્રેક્ટર-ટ્રોલી પણ આ મામેરામાં રાખવામાં આવી હતી.

આ મામેરાની ચર્ચા એટલા માટે પણ ખાસ બની છે કારણ કે ભાઈએ તેની બહેન માટે 4 કરોડ 42 લાખ રૂપિયાની 100 વીઘા જમીન આપી છે. ગુડા ભગવાનદાસ ગામમાં 50 લાખની કિંમતની 1 વીઘા જમીન પણ ભાઈએ તેની બહેનને આપી છે. મામેરામાં હજારો લોકોની હાજરીમાં ભાઈએ બહેનના ઘહરે 8 કરોડ 1 લાખનું મામેરું ભર્યું અને હજારો લોકો તેના સાક્ષી બન્યા.

આ મામેરાએ તો ઈતિહાસ રચ્યો. હાલમાં, નાગૌર જિલ્લામાં આ અત્યાર સુધીનો સૌથી મોટું મામેરું છે. આ કાફલાને જેણે જોયો તે સ્તબ્ધ થઈ ગયો જ્યારે મામાનો પરિવાર બેન્ડ અને ટ્રેક્ટરમાં તંબુઓથી સજ્જ અસંખ્ય મોટર બાઇકો સાથે મામેરું ભરવા માટે નીકળ્યો. આ કાફલામાં લક્ઝરી વાહનો, ટ્રેક્ટર-ટ્રોલી અને બળદગાડા સહિત 5 હજાર લોકોએ ભાગ લીધો હતો.

Niraj Patel