જાણવા જેવું પ્રવાસ

તમારા બજેટની આ 8 વિદેશી જગ્યા, જ્યાં તમે બર્થડે પાર્ટીથી લઈને હનીમુન પણ બનાવી શકો છો એકદમ યાદગાર

જયારે વાત ફરવાની આવે ત્યારે લોકો પહેલા ઓછી ખર્ચાળ ટ્રીપ વિશે જ વિચારે છે. લોકો વિચારે છે કે ઓછા પૈસામાં સારી ફોરેન ટ્રીપ મળે તો સારું, કેમ કે વિદેશ યાત્રાનું નામ આવે ને લોકોને પોતાનું બેન્ક બેલેન્સ યાદ આવે છે. લોકો એમ વિચારે છે કે વિદેશ ટ્રીપમાં ઘણા બધા રૂપિયા ખર્ચવા પડે છે, પરંતુ વિદેશ યાત્રાના નામથી ઘબરાવાની જરૂર નથી. હવે તમે ઓછા રૂપિયામાં પણ વિદેશ યાત્રા આરામથી કરી શકો છે.

તો મિત્રો ચાલો જાણેએ કે તમે ઓછા પૈસામાં ઈન્ડિયાથી બહાર કઈ-કઈ જગ્યાએ જઈ શકો છે.

1. મલેશિયા:

Image Source

જો તમારા બજેટમાં સારી જગ્યા જવાનું વિચારતા હોવ તો મલેશિયા સૌથી સસ્તી અને સારી જગ્યા છે, અહીં એક દિવસનો ખર્ચો લગભગ 600 રૂપિયા છે અને ખાવા-પીવાનો ખર્ચો 300 રૂપિયા જેટલો થશે.

2. શ્રીલંકા:

Image Source

શ્રીલંકા એક ખુબ જ સસ્તી અને સારી જગ્યા છે અહીં એક દિવસ રોકાવવાના 700-1000 રૂપિયા થશે અને ખાવા-પીવાનો ખર્ચો 300થી લઈને 1200 સુધી આવશે.

3. વિયતનામ:

Image Source

વિયતનામ એક સુંદર જગ્યા છે, અહીં તમને ઘણું બધું જોવા અને નવું નવું શીખવા પણ મળશે. અહીં લાખો લોકો ટ્રીપ માટે આવે છે. વિયતનામમાં રોકાવવા માટે રૂમનું એક દિવસનું ભાડું હજાર રૂપિયા થશે અને ખાવા-પીવાનો ખર્ચ લગભગ 800 રૂપિયા જેવો થશે. વિયતનામ ફરવા જવાનું વિચારતા હોય તો જઈ શકો છે.

4. નેપાળ:

Image Source

નેપાળમાં જવા માટે બહુ વિચારવાની જરૂર નથી. નેપાળમાં પણ તમે આરામથી ફરી શકો છે એ પણ ઓછા ખર્ચમાં. નેપાળમાં રૂમનું રોજનું ભાડું લગભગ હજાર રૂપિયા અને ખાવા-પીવાનો ખર્ચો લગભગ 500 રૂપિયા થાય છે.

5. થાઈલેન્ડ:

Image Source

થાઈલેન્ડ ફરવા જવા માટે સારી જગ્યા છે અહીં એક દિવસ રોકવાનો ખર્ચો લગભગ 1200 રૂપિયા અને ખાવા-પીવાનો ખર્ચ 200 રૂપિયા જેવો થાય છે.

6. માલદીવ્સ:

Image Source

માલદીવ્સ એક સુંદર અને હસીન જગ્યા છે અહીં એક દિવસ રોકાવાનું ભાડું લગભગ 1500 રૂપિયા અને ખાવા-પીવાનો ખર્ચ 60-120 જેવો થાય છે.

7. ભૂટાન:

Image Source

જો તમે પ્રકૃતિની નજીક જવા માંગતા હોય તો ભૂટાન ખુબ જ સારી જગ્યા છે. અહીં તમે નેચરનો ભરપૂર આનંદ લઇ શકો છે. અહીં તમને માનસિક શાંતિ મળે છે. અહીં એક દિવસનું રૂમનું ભાડું 1500 થી 2000 સુધી હોય છે અને ખાવા-પીવાનો ખર્ચો 100થી 400 રૂપિયા થાય છે.

8. સિંગાપુર:

Image Source

બીજી બધી જગ્યા કરતા સિંગાપુર થોડું મોંઘુ છે. અહીં એક દિવસના રહેવાના 1700 રૂપિયા થાય અને ખાવા પીવાનો ખર્ચો 500 રૂપિયાની આસપાસ થાય છે.

અમે તમને ઓછા ખર્ચ ફરવા માટેની સારી-સારી જગ્યાનું નામ જણાવ્યું છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ક્યાં ફરવા માટે જવું છે. ખર્ચમાં થોડું ઉપર નીચે થઇ શકે છે આવું માનીને જ ટ્રિપની યાજનાં બનાવવી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.