ફિલ્મી દુનિયા

સુશાંત કેસ: સલમાન ખાન અને કરણ જોહર સમેત 8 લોકોને ફટકારી નોટિસ, કોર્ટમાં હાજર થવા આદેશ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ઘણો સમય થઇ ગયો છે તે છતાં પણ તેની હત્યા કરવામાં આવી છે કે તેને આત્મહત્યા કરી છે તેને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ કેસમાં ડ્રગ્સ એન્ગલ પણ સામે આવેતા તેની પ્રેમિકા રિયા ચકવર્તી સહીત બીજા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસની અંદર સલમાન ખાન અને કરણ જોહર સહિત કુલ આઠ લોકો વિરુદ્ધ નોટિસ ફટકારી તેમને કોર્ટમાં હાજર રહેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

Image Source

આ મામલામાં મુજફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાના પરિવાદ ઉપર કોર્ટે સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, સાજીદ નડિયાદવાલા, ભૂષણ કુમાર અને દિનેશ વિજયનને સાત ઓક્ટોમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

Image Source

સુધીર ઓઝાએ મુજફ્ફરપુર સીજેએમ કોર્ટમાં આ બધા જ સિતારાઓને સુશાંતને આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ લગાવતા 17 જૂનના રોજ મુખ્ય ન્યાયિક દંડાધિકારીની કોર્ટમાં ભાદવીની કલમ 306, 109, 504 અને 506 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

Image Source

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર યાચિકામાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાની હત્યા ષડયંત્ર અંતર્ગત કરવામાં આવી છે. જેને તપાસ વિના જ આત્મહત્યાનો મામલો જણાવવામાં આવી રહ્યો છે.

Image Source

સુશાંતના મુર્ત્યું મામલામાં અત્યાર સુધી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવતા જ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મુંબઈના અલગ અલગ સ્થળોએ છાપેમારી કરીને ઘણા બધા લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.