જૈસા બાપ વૈસા બેટા! પ્રજ્ઞેશ પટેલની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલના ફોટા સામે આવ્યા, વિદેશ ફરવાનો શોખીન છે, જુઓ PHOTOS

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 તારીખે મધરાતે ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો, આ ઘટનાનો આરોપી જગુઆર કારચાલક તથ્ય પટેલ બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું, ત્યારે દીકરાની આ કરતૂતે પિતાની આખી ગુનાહિત હિસ્ટ્રી ફરી એકવાર ખોલીને લોકોની સામે રાખી દીધી. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અનેક ગુના નોંધાયેલા છે.

સૌરાષ્ટ્રની એક યુવતી પર ગેંગરેપ સિવાય તેની પાસેથી 30 હજાર પડાવવાનો પણ આરોપ તેના પર લાગ્યો હતો. આ સાથે જે સોલામાં 2, શાહપુરમાં 1 અને રાણીપમાં એક તેમજ ક્રાઇમ બ્રાન્ચમાં એક, મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં એક, ડાંગમાં એક અને મહેસાણામાં એક સહિત કુલ આઠ ગુના તેની સામે નોંધાયેલા છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

યુવતી સાથે સામૂહિક દુષ્કર્મમાં આરોપી તથ્યનો બાપ
બિલ્ડરલોબીમાં જાણીતો પ્રજ્ઞેશ પટેલ છેલ્લાં ચારેક વર્ષથી કોઈને કોઈ વિવાદને લઇ ચર્ચામાં રહ્યો છે. તેની પર સૌરાષ્ટ્રની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કેસની ફરિયાદ વર્ષ 2020માં નોંધાઇ હતી અને આ મામલે તેની ધરપકડ પણ થઇ હતી. જો કે પછી તેને જામીન મળતા તે જેલમાંથી છૂટી ગયો હતો. 2021માં તેના પર ફરી સામૂહિક દુષ્કર્મ કેસમાં સહ-આરોપી અને તેના મિત્ર તેમજ કાચા કામના કેદી જૈમિન પટેલે સાબરમતી જેલમાંથી ન છૂટવાના ડરથી જેલમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો અને આમાં પ્રજ્ઞેશ પટેલનું નામ સામે આવ્યું. ત્યારે ગત દિવસે તેના દીકરા તથ્ય પટેલે જગુઆર કાર તેજ રફતારે ઇસ્કોન બ્રિજ પર દોડાવી અનેક લોકોને કચડી નાખ્યા અને ફરી એકવાર પ્રજ્ઞેશ પટેલનું નામ ચર્ચામાં આવ્યું.

નોકરીની લાલચ આપી આચર્યુ હતુ દુષ્કર્મ
પ્રજ્ઞેશ પટેલને વાઈલ્ડ એનિમલનો શોખ હોય એમ લાગી રહ્યુ છે. કારણ કે આવા તેના ફોટો સામે આવ્યા છે. આ ઉપરાંત તેને વિદેશ ફરવાનો પણ શોખ છે. પ્રજ્ઞેશ પટેલે માઉન્ટ આબુની સેન્ટ જોસેફ્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને તે ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજ પાસ આઉટ છે. અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં 3 નવેમ્બર 2020ના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ સૌરાષ્ટ્રની એક યુવતીએ નોકરી માટે ઑનલાઈન અરજી આપી હતી અને તે પછી તેને અમદાવાદ મળવા બોલાવી અને એક હોટલમાં તેની રહેવાની વ્યવસ્થા કરી પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ નામના લોકોએ યુવતિને નશીલો પદાર્થ, દારૂ અને એમડી ડ્રગ્સ આપી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું.

અશ્લીલ ફોટો લઇ કરી બ્લેકમેઇલ
જે બાદ તેના નગ્ન ફોટા પાડી તેને બ્લેકમેઇલ પણ કરી. આરોપીઓએ યુવતિને કહ્યુ કે તે લોકો ખૂબ જ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું ભવિષ્ય બનાવી દેશે એમ કહી યુવતી સાથે અલગ અલગ હોટલ અને ફ્લેટમાં દુષ્કર્મ આચર્યું. જો કે, તે પછી તેને કારમાં બેસાડી પોતાની સાથે લઈ જવામાં આવી અને કારમાં પણ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ અને આ વાત કોઈને પણ કહેવા પર જાનછી મારી નાખવાની ધમકી આપવામાં આવી. જો કે પીડિતાએ હિંમત બતાવી અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી.

સામૂહિક દુષ્કર્મ કેસમાં પ્રજ્ઞેશ પટેલની થઇ ચૂકી છે ધરપકડ
ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જિતેન્દ્રપુરી ગોસ્વામીની ધરપકડ કરી અને તે પછી વધુ એક આરોપી જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી. જો કે, જેલમાં બંધ જૈમિને સાબરમતી જેલમાં ગળેફાંસો ખાઈને જ આપઘાત કરી લીધો. તેણે આપઘાત પહેલાં એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે આ કેસમાંથી હું બહાર નહીં આવી શકું, મારા પરિવારની માફી માગું છું તેમ લખ્યુ હતુ.

Shah Jina