મનોરંજન

મોઢું જોતા જ ડાયરેકટર્સે આ 8 બૉલીવુડ સ્ટાર્સને કામ આપવાનો કરી દીધો હતો ઇન્કાર, જાણો તેઓના નામ

બોલીવુડમાં એક સમય એવો પણ હતો જ્યારે વધારે વજન ધરાવતા યુવાનો પણ હીરો બનવા માટે ચાલી નીકળતા હતા અને તેઓને પોતાના અભિનયના આધાર પર કામ પણ મળી જતું હતું.પણ ધીમે ધીમે ફિલ્મી જગતમાં સુધાર આવવા લાગ્યા અને અભિનેતા કે અભિનેત્રીઓમાં ખૂબીઓ શોધવામાં આવવા લાગી જેમ કે તેઓની લંબાઈથી લઈને ચહેરાની સુંદરતા અને તેઓનું આકર્ષક શરીર.

આજ ડિમાન્ડના ચાલતા બોલીવુડમાં અમુક કલાકારોને આ બદલાવને સહન કરવું પડ્યું હતું અને તેઓને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ આપવા માટે મનાઈ કરી દેવામાં આવી હતી.આજે તમને મુક એવા જ સ્ટાર્સ વિશે જણાવીશું જેઓને એક સમયે પોતાના દેખાવને લીધે રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા, પણ આજે બોલીવુડમાં ખુબ નામના અને લોકપ્રિયતા ધરાવે છે.

1.શાહરુખ ખાન:

Image Source

બોલીવુડના બાદશાહ કિંગ ઓફ રોમાન્સ શાહરુખ ખાન આજે દરેક કોઈના ફેવરીટ લીસ્ટમાંના એક છે. પોતાના દમદાર અભિનયથી તે આજે દરેક કોઈના ફેવરિટ અભિનેતા બની ગયા છે.શાહરુખ ખાને સિરિયલો દ્વારા પોતાના અભિનયની સફર શરૂ કરી હતી.ફિલ્મમાં પોતાનું નામ બનાવવું શાહરુખ માટે આસાન ન હતું.આજે શાહરુખની પુરી દુનિયા દીવાની છે

Image Source

પણ એક સમય એવો પણ હતો કે તેના દેખાવને લીધે તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. શાહરુખ ખાનની પહેલી બૉલીવુડ ફિલ્મ ‘દીવાના’ હતી કે વર્ષ 1992 માં રિલીઝ થઇ હતી.

2.રણવીર સિંહ:

Image Source

બૉલીવુડમાં ટોપ પર કાયમ અભિનેતા રણવીર સિંહને પણ એક સમયે નોર્થ ઇન્ડિયન ફેસ માનીને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. આજે રણવીર સિંહના હાથમાં ઘણા એવોર્ડ છે અને અને તે બોલીવુડના ‘ખીલજી’ અને ‘સિમ્બા’ માનવામાં આવે છે. રણવીર સિંહે અત્યાર સુધીમાં ઘણી સુપુરહિટ ફિલ્મો આપી છે. રણવીર સિંહની પહેલી ફિલ્મ અનુષ્કા શર્મા સાથેની ‘બૈન્ડ બાજા બારાત’ હતી જે વર્ષ 2010 માં રિલીઝ થઇ હતી.આ ફિલ્મ સાઈન કરતા પહેલા તેને ત્રણ ફિલ્મોથી રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા.

3.અજય દેવગન:

Image Source

આજના સમયના ફેમસ અને સફળ અભિનેતાઓમાંના એક અજય દેવગનને પણ એક સમયે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.અજયના ચેહરાની સ્કિન ખુબ ડાર્ક હતી જેને લીધે તેને શરૂઆતના દિસવોમાં ફિલ્મો મળતી ન હતી પણ ધીમે ધીમે તેણે પોતાના અભિનયના દમ પર દરેક કોઈને પ્રભાવિત કરી દીધા હતા. અજયની પેહલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ હતી જે વર્ષ 1991 માં રિલીઝ થઇ હતી.જેના માટે તેને બેસ્ટ મેલ ડેબ્યુ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

4.નવાઝુદીન સિદ્દીકી:

Image Source

બોલીવુડમાં પોતાની એક ખાસ છાપ બનાવનારા અભિનેતા નવાઝુદીન સિદ્દીકીના ચેહરાને જોઈને કોઈ જલ્દીથી સિલેક્ટ કરતા ન હતા. તેને પહેલી વાર ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ માં એક ચોરના કિરદારમાં જોવામાં આવ્યા હતા,પણ નવાઝુદીનના અભિનયે એ સાબિત કરી દીધું કે હુનર અને કળાનો કોઈ રંગ નથી હોતો.

Image Source

5.કોંકણા સેન:

ફિલ્મ જગતમાં પોતાના દમદાર અભિનયથી ઓળખાણ ધરાવનારી અભિનેત્રી કોંકણા સેનને પણ પોતાના સાધારણ લુકને લીધે રિજેક્શનનનો સામનો કરવો પડ્યો હતો.

Image Source

જો કે પોતાના અભિનયથી તે લોકોના દિલોને જીતવામાં કામિયાબ રહી હતી.કોંકણા સેન તલવાર,વેક અપ સિદ,પેજ-3,લાગા ચુનરી મેં દાગ,આજા નચલે,લાઈફ ઈન એ મેટ્રો,વગેરે જેવી ફિલ્મોમા નજરમાં આવી ચુકી છે.

6.અનુષ્કા શર્મા:

Image Source

ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ રિજેક્શનનો સામનો કરી ચુકી છે.તેને પણ પોતાના જરૂર કરતા વધારે પ્લેન લુકીંગ હોવાને લીધે નકારી દેવામાં આવી હતી.આખરે યશરાજની ફિલ્મ ‘રબ ને બનાદી જોડી’ માં તેના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું

Image Source

અને તેની અને શાહરુખ ખાનની જોડીને પણ ખુબ લોકપ્રિયતા મળી હતી ફિલ્મ વર્ષ 2008 માં રિલીઝ થઇ હતી.

7.કૈટરીના કૈફ:

Image Source

આજે અભિનેત્રી કૈટરીના કૈફ સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીમાંની એક છે પણ તમને એ જાણીને હેરાની લાગશે કે કૈટરીનાની બોલીવુડમાં આવવા માટેની સફર એટલી પણ આસાન ન હતી. તેના વિદેશી દેખાવને લીધે તેને ફિલ્મોમાં કામ મળતું ન હતું.સલમાન ખાન સાથેની તેની ફિલ્મ ‘મૈને પ્યાર કયો કિયા’ દ્વારા તેને ખુબ લોકપ્રિયતા મળી હતી.

Image Source

હાલમાં જ કૈટરીના અને સલમાનની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થઇ છે જે બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી રહી છે.

8.અમિતાભ બચ્ચન:

Image Source

તમને એ જાણીને નવાઈ લાગશે કે આ લિસ્ટમાં બોલીવુડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીનું નામ પણ શામિલ છે.અમિતાભજીની લંબાઈ અને તેના ભારે અવાજને લીધે તેને ફિલ્મો મળતી ન હતી.અમિતાભજી પોતાના બૉલીવુડ કેરિયેરમાં ખુબ ખરાબ દિવસો માંથી પસાર થયા છે. બોલીવુડમાં નામના મેળવવા માટે અમિતાભજીને આઠ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.

Image Source

અમિતાભજીની પહેલી ડેબ્યુ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ હતી જે વર્ષ 1969 માં રિલીઝ થઇ હતી.