મનોરંજન

બોલીવૂડના એવા 8 અભિનેતાઓ જેઓ વધતી ઉંમરની સાથે વધુ હેન્ડસમ દેખાવા લાગ્યા છે, 7 નંબર બધાનો ફેવરિટ છે

બોલિવૂડમાં ઘણા એવા અભિનેતાઓ છે કે જેમને જયારે ફિલ્મો પરદા પર ડેબ્યુ કર્યું એટલા આકર્ષક દેખાતા ન હતા, અને આજે જો તેમના તરફ જોવામાં આવે તો તેઓ ખૂબ જ આકર્ષક દેખાય છે. ટૂંકમાં કહીએ તો આ અભિનેતાઓ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ વધુ સારા દેખાવા લાગ્યા હતા. આજે આવા જ અભિનેતાઓ વિશે વાત કરીએ કે જે ઉંમરની સાથે વધુ હેન્ડસમ બનતા ગયા છે.

Image Source

શરૂઆત કરીએ અજય દેવગણ સાથે, બોલીવૂડના સિંઘમ અજય દેવગણ જ્યારે ફિલ્મ જગતમાં આવ્યા હતા ત્યારે તેઓ એકદમ સરળ લૂક ધરાવતા હતા, જેને કારણે કદાચ એવું બની પણ શકે કે એ સમયે એમના એટલા ચાહકો પણ ન હતા જેટલા આજે તેમના દેખાવના ચાહકો છે. હવે તેઓની પર્સનાલિટી બદલાઈ છે અને સાથે જ હવે તેઓ ચેલેંજિંગ રોલ્સ પણ કરતા થયા છે. એવું લાગે છે કે કાજોલ સાથેના લગ્ન તેમને ખૂબ જ ફળ્યા છે.

Image Source

પોતાની ડેબ્યુ ફિલ્મમાં ખાલી ટુવાલ પહેરીને ડાન્સ કરી ચૂકેલા રણબીર કપૂરની બધી જ છોકરીઓ ચાહક છે. પણ એ પછી તેમને જુદી-જુદી ફિલ્મો કરી અને પોતાની કારકિર્દીના વર્ષોમાં અત્યાર સુધીમાં તેનો લૂક ખૂબ જ બદલાઈ ચુક્યો છે. પણ તેમ છતાં પણ આજે પણ ઘણી છોકરીઓ તેમના પર મરે છે. અને તેમના અભિનયની ચાહક છે.

Image Source

જો અભિષેક બચ્ચનની વાત કરીએ તો લાંબા સમય પછી તાજેતરમાં જ તેમની ફિલ્મ આવી હતી મનમર્ઝીયા, જેમાં તેમના અભિનયના વખાણ થયા હતા. આ સિવાય તેઓએ કરેલી ઘણી ફિલ્મોમાં તેમના જુદા-જુદા લૂક સામે આવ્યા છે પણ તેમની પહેલી ફિલ્મમાં તેમનો લૂક અને હાલનો તેમનો લૂક જોઈએ તો ખૂબ જ ફરક દેખાશે. હાલમાં તેઓ પહેલા કરતા વધુ હેન્ડસમ દેખાય છે.

Image Source

બોબી દેઓલની વાત કરીએ તો છેલ્લે તેમને ફિલ્મ રેસ 3માં જોવામાં આવ્યા હતા, જેમાં તેઓનો દેખાવ પહેલા કરતા ખૂબ જ અલગ હતો અને આ ફિલ્મ માટે તેમને મહેનત કરીને બોડી પણ બનાવી હતી. જયારે તેઓ પહેલી ફિલ્મ સોલ્જરથી ફિલ્મ જગતમાં પગ મુક્યો હતો એ સમયની તસવીરો અત્યારે જુઓ તો એટલા આકર્ષક ન લાગે જેટલા તેઓ અત્યારે લાગે છે. તેમને રેસ 3માં પોતાના બોડી પર કામ કર્યું હતું અને એ માટે તેમને સલમાન ખાન પાસેથી પ્રેરણા લીધી હતી.

Image Source

ઇરફાન ખાનની વાત કરીએ તો એમ તો ઈરફાન ખાનનો લૂક બીજા બોલીવૂડના અભિનેતાઓની જેમ ચાર્મિંગ નથી પણ તેમ છતાં તેઓ ઉંમરની સાથે વધુ સારા દેખાતા થયા છે. પોતાના અભિનય માટે ઘણા બધા એવોર્ડ જીતી ચૂકેલા આ અભિનેતાએ પોતાની બોલિવૂડની કારકિર્દીની શરૂઆત નાના-મોટા પાત્રો ભજવીને કરી હતી પણ એક વાર તેમના અભિનયની નોંધ લેવાઈ એ પછી તેમને પાછું વળીને ક્યારેય નથી જોયું. કદાચ તેઓ પહેલા કરતા હાલના સમયમાં વધુ આકર્ષક દેખાય છે.

Image Source

અભિનેતા આર માધવન વિશે વાત કરીએ તો તેઓએ તાજેતરમાં જ એક સેલ્ફી પોતાના ફેસબુકમાં શેર કરી હતી, જેમાં તેમને જોઈને કઈ જ ન કહી શકે કે આ જ એ અભિનેતા છે કે જેને ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ માં એક લવર બોયનું પાત્ર ભજવ્યું હતું. એમાં કોઈ જ શંકા નથી કે તેઓ ત્યારે પણ હેન્ડસમ દેખાતા હતા, પણ તેમના ત્યારના અને અત્યારના લૂકમાં જમીન આકાશનો ફરક છે અને અત્યારે તેઓ વધુ હેન્ડસમ દેખાય છે.

Image Source

બોલીવૂડના ખિલાડી અક્ષય કુમારે જયારે બોલિવૂડમાં પર્દાર્પણ કર્યું ત્યારે પણ તેમને હિટ ફિલ્મો આપી હતી અને અત્યારે પણ તેઓની ફિલ્મો હિટ જ હોય છે. ફરક એટલો જ હોય છે કે ત્યારે તેઓ ખિલાડી તરીકે ઓળખાતા અને એક્શન ફિલ્મો કદાચ વધુ કરતા હતા પણ એ પછી તેમને કોમેડી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો અને હવે સામાજિક મુદ્દાઓ પર બનતી ફિલ્મોમાં પણ કામ કરે છે. જો કે તેમનો અત્યારનો લૂક કે જેમાં તેમની દાઢીમાં થોડા સફેદ વાળ આવી ગયા છે, એમાં તેઓ વધુ હેન્ડસમ દેખાય છે.

Image Source

ચોકલેટી બોય તરીકે જાણીતા અભિનેતા શાહિદ કપૂરે વર્ષ 2003માં ફિલ્મ ઇશ્ક વિષ્કથી ફિલ્મી પડદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી ફિલ્મ વિવાહમાં તેમને ભજવેલા પાત્રના પણ ખૂબ જ વખાણ થયા હતા અને ધીરે ધીરે બોલિવૂડમાં તેમની એક અલગ જ ઓળખ બની ગઈ હતી. પણ હાલના વર્ષોમાં તેઓ ધીરે ધીરે જુદા-જુદા પ્રકારના પાત્રો ભજવવા લાગ્યા છે. તેમને ફિલ્મ પદ્માવત ખૂબ જ જુદી ભૂમિકા ભજવી હતી અને હવે ફિલ્મ કબીર સિંહમાં પણ તેઓ જુદા જ લૂકમાં જોવા મળશે. આ પહેલા પણ ફિલ્મી પડદા પર તેઓ જુદા-જુદા લૂકમાં જોવામાં આવ્યા છે.