તમે દેશના ઘણા રૉયલ પરિવાર વિશે સાંભળ્યું હશે. એમાંના અમુક પરિવારો એવા પણ છે જેના અમુક લોકો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું મોટું નામ બનાવી ચુક્યા છે. તેઓના વ્યવહાર અને સ્વભાવ પરથી તમે એ અંદાજો પણ ન લગાવી શકો કે તેઓ આટલા મોટા પરિવાર માંથી આવે છે. આજે અમે તમને આવીજ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ રોયલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
1. સાગરિકા ઘાટગે:

ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી સાગરિકા ઘાટગેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે સાગરિકા એક રાજશી પરિવારથી સંબંધ ધરાવે છે. તેના પિતા કાગલ રાજદરબારથી છે, જે મહારાષ્ટ્રના કોહલાપુર જિલ્લામાં છે. સાગરિકાની દાદી સીતા રાજે ઇન્દોરના મહારાજા તુકોજીરાવો હોલ્કરની ત્રીજી દીકરી હતા.
2. સોહા અલી ખાન:

સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન પણ રૉયલ પરિવારથી સંબંધ ધરાવે છે. તેના દાદી ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનની દીકરી હતા. જ્યારે દાદા પટૌડીના નવાબ હતા. આમ સોહા બે રાજાશાહી પરિવારથી સંબંધ ધરાવે છે. સોહા અલી ખાનના પિતા મંસૂર અલી ખાન પટૌડીના છેલ્લા નવાબ હતા જેના પછી ભારત સરકારે નવાબ પદને જ ખતમ કરી નાખ્યું હતું.
3. ભાગ્યશ્રી:

90 ના દશકમાં સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ભાગ્યશ્રીને લોકોએ ખુબ પસંદ કરી હતી. ભાગ્યશ્રીના પિતા વિજય સિંહ રાવ માધવરાવ પટવર્ધન રાજા હતા અને તેને દીકરીનું ફિલ્મોમાં કામ કરવું બિલકુલ પણ પસંદ ન હતું. આ સિવાય ભાગ્યશ્રીના લગ્નથી પણ પહેલા તેઓ નાખુશ હતા.
4. અદિતિ રાવ હૈદરી:

અદિતિ રાવ હૈદરી મોટાભાગના ઇવેન્ટમાં હાજરી આપે છે. અદિતિ અકબર હૈદરીની પૌત્રી છે. જણાવી દઈએ કે જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે અકબર હૈદરી હૈદરાબાદના પ્રધાનમંત્રી હતા. અદિતિના નાના રાજા જે.રામેશ્વર હતા. બ્રિટિશ સાશનમાં તે તેલંગાનાના વનાપર્થીના રાજા હતા.
5. કિરણ રાવ:

આમીર ખાનની બીજી પત્ની કિરણ રાવ પણ તેજ પરિવારથી સંબંધ ધરાવે છે જે પરિવારથી અદિતિ રાવ હૈદરી સંબંધ ધરાવે છે. અદિતિ અને કિરણ રાવ એકબીજાની પિતરાઈ બહેનો છે. કિરણ રાવના દાદા જે. રામેશ્વર રાવ વાનાપર્થીના રાજા હતા જે તેલંગાનાના મેહબૂબનગર જિલ્લામાં છે.
6. રિયા અને રાયમા સેન:

બૉલીવુડ અભિનેત્રી રિયા અને રાયમા સેન ત્રિપુરાના રૉયલ પરિવારથી સંબંધ ધરાવે છે. તેની દાદી ઈલા દેવી બિહારના રાજકુમારી હતા જ્યારે ઈલા દેવીની નાની બહેન ગાયત્રી દેવી જયપુરની મહારાણી હતા. આ સિવાય રિયા અને રાયમાની પરદાદી મહારાજા સાયાજીરાવ-3 ના દીકરી હતા.
7. પરવીન બૉબી:

80 ના દશકની ફેમસ અભિનેત્રી પરવીન બૉબી પોતાના છેલ્લા સમયમાં એકલી જ રહી ગઈ હતી અને તેની સંભાળ લેવા માટે પણ કોઈ જ ન હતું. પરવીન એક રાજાશાહી પરિવારથી સંબંધ ધરાવે છે. તેના પિતા મોહમ્મદ બૉબી ગુજરાતના જૂનાગઢના નવાબ હતા, જ્યારે તેના પૂર્વજ ગુજરાતના પઠાન હતા અને રાજવંશથી સંબંધ ધરાવતા હતા.
8. સોનલ ચૌહાન:

ફિલ્મ ‘જન્નત’ની અભિનેત્રી સોનલ ચૌહાન બોલીવુડમાં કઈ ખાસ નામના ન મેળવી શકી અને તેને ખુબ ઓછા લોકો જાણતા હશે, પણ જણાવી દઈએ કે તે મણિપુરના રાજપૂત શાહી પરિવારથી સંબંધ ધરાવે છે. સોનલ ચૌહાનના પરદાદા રાજા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ