ખબર

કોરોના વાયરસથી જંગ જીતનારા વૃદ્ધને હોસ્પિટલએ પકડાવ્યું 8.35 કરોડનું બિલ

કોરોનાથી સ્વસ્થ થયો આ દર્દી, તો પણ હોસ્પિટલે પકડાવ્યું અધધ 8.35 કરોડ રૂપિયાનું બિલ, જોઈને ચડી જશે તમ્મર

હાલ વિશ્વભરમાં કોરોનાએ ભરડો લીધો છે. કોરોનાને કારણે હજારો લોકો મોતને ભેટયા છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કોરોનાના દર્દીનું બિલ જોઈને તમને ચક્કર આવી જશે.

Image source

અમેરિકાના સિએટલમાં રહેતા માઈકલ ફ્લોરને બીમાર થયા બાદ 62 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. વૉશિંગ્ટનના ઈસ્સાક્વાહના સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં 70 વર્ષીય માઈકલ ફ્લોરની સારવાર ચાલી રહી હતી. લાંબા સમય સુધી બીમાર રહ્યાં બાદ તેના સ્વસ્થ થવાને ચમત્કાર તરીકે જોવામાં આવી રહ્યો હતો.

Image source

માઈકલનો 24 માર્ચના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ થયો હતો. 6 મેના તેને હોસ્પિટલમાંથી રજા મળી. આ બાદ તેને અંદાજ નહોતો કે તેની સામે એક નવું સંકટ આવી રહ્યું છે. માઈકલને હોસ્પિટલે 181 પેજનું બિલ મોકલ્યું. જેમાં હોસ્પિટલે 8.35 કરોડ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું.સિએટલ ટાઈમ્સના મતે માઈકલ બિલ જોઈ ચોંક્યો હતો. બિલમાં 25 ટકા જેટલી રકમનો ખર્ચ દવાનો હતો.

Image source

માઈકલ 42 દિવસ આઈસીયુમાં રહેતા 3.1 કરોડનો ચાર્જ લાગ્યો, 29 દિવસ વેન્ટિલેટર પર રહેતા તેનો અલગ ચાર્જ 62 લાખ રૂપિયા થયો. સારવાર દરમિયાન 2 દિવસ એવા હતા કે જ્યારે હૃદય, કિડની અને ફેફસાંએ કામ કરવાનું ઓછું કરી દેતા ડૉક્ટરોએ તેને જીવીત રાખવા 2 દિવસ સુધી ઘણી મહેનત કરી જેના માટે 76 લાખ રૂપિયા ચાર્જ બિલમાં એડ કરવામાં આવ્યો.

માઈકલ પાસે વીમો છે, જેના કારણે અમેરિકાના વિશેષ નાણાંકીય નિયમો હેઠળ તેનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.