મનોરંજન

સૈફ અને કરીનાએ ઉજવી 7મી મેરેજ એનિવર્સરી, તૈમુરની માતાપિતા સાથેની 10 તસ્વીરો થઇ વાયરલ

16 ઓક્ટોબરના રોજ કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને 7 વર્ષ પૂરા થયા હતા. 2012માં એમના લગ્ન થયા હતા. આટલા વર્ષો બાદ પણ આ બંનેનો પ્રેમ એવો ને એવો જ છે.બંનેને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવે છે. આ કપલ ‘સૈફીના’ ના નામે જાણીતું છે.

 

View this post on Instagram

 

#birthdaywishes🎂

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

લગ્નના સાત વર્ષ પૂરા કરવાની ખુશીમાં એમને એક પ્રાઇવેટ પાર્ટી રાખી હતી જ્યાં તેમના પરિવારના જ થોડા સદસ્યો હાજર રહ્યા હતા. આ એનિવર્સરી સેલિબ્રેશનની તસ્વીરો સામે આવી હતી. આ તસ્વીરોમાં સૈફ અને કરીના સાથે તૈમુર પણ આટલો ખુશ દેખાઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

#anniversary #fulloflove ❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

તસ્વીરોમાં બંને  હાર્ટ શેપ ચોકલેટ કેક કાપી રહ્યા હતા. પાર્ટીની થોડી તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. એક તસ્વીરમાં તૈમુર સાથે તો બીજીમાં સૈફ સાથે હાથમાં વાઈનનો ગ્લાસ પકડી અને કરીના પોઝ આપી રહી હતી.

 

View this post on Instagram

 

Love ❤❤❤❤ #anniversary

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

એનિવર્સરી ખુબ સિમ્પલ રીતે ઉજવી હતી. દરેક સદસ્યો સાદા કપડામાં નજર આવ્યા હતા. તેમની આ પ્રાઇવેટ પાર્ટીમાં કરિશ્મા કપૂર, કરિનાની મા બબીતા અને સૈફની બહેન સારા અલી ખાન સાથે જ કુણાલ ખેમુ હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી બૉલીવુડ એક્ટ્રેસ કરીના એ આ તસ્વીરો શેર કરી હતી. તસ્વીરો થોડા જ કલાકોમાં વાયરલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

#sisterlove💕 @therealkarismakapoor

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

તમને જણાવી દઈએ કે કરીના કપૂર સૈફ અલી ખાનથી 10 વર્ષ ઉંમરમાં નાની છે. પણ આ વાતનો તેમના સંબંધ પર કોઈ અસર પડતો નથી. લગ્ન બાદ પણ બંને તેના કરિયરમાં આગળ વધી રહ્યા છે.

કરીનાએ લગ્ન પહેલા સૈફ સામે એક શર્ત રાખી હતી એના વિશે કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ મેં સૈફને મારો લાઈફ પાર્ટનર એટલા માટે જ સિલેક્ટ કર્યો છે કે હું પોતે એક સેલ્ફ ડિપેન્ડેટ વુમન ટ્રાઈકે જીવવા માંગતી હતી. હું લગ્ન પછી પણ મારુ કામ કરવા ઇચ્છતી હતી અને મારી આ વાત સૈફે માની હતી.’

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.