ખબર

અમદાવાદીઓ માટે ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે હસી પડશો..

કોવિડ 19ના કેસ સતત વળી રહ્યા છે અને ભારતમાં દરરોજ રેકોર્ડબ્રેક થઇ રહ્યો છે. એવામાં ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીનાં સૌથી વધુ 783 કેસો નોંધાયા છે. જો કે, નવાઈની વાત એ છે કે, અમદાવાદમાં આજે 150થી પણ નીચે કેસો નોંધાયા છે. તો સામે સુરતમાં સતત 200ને પાર કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓનાં કોવિડ 19 ને લીધે મૃત્યુ થતા છે અને 569 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 38419 પર પહોંચ્યો છે, જ્યારે મોતનો કુલ આંક 1995 અને ડિસ્ચાર્જનો કુલ સંખ્યા 27313 પર પહોંચ્યો છે.

ન્યુ કેસોની વાત કરીએ તો આજે સુરત કોર્પોરેશન ૨૧૫, અમદાવાદ કોર્પોરેશન ૧૪૯, વડોદરા કોપોરેશન ૫૫, વલસાડ ૨૭, દાહોદ ૧૮, ભરૂચ ૧૬, સુરેન્દ્રનગર ૧૬, મહેસાણા ૧૫, બનાસકાંઠા ૧૫, નવસારી ૧૪, રાજકોટ કોપોરેશન ૨૬, રાજકોટ ૧૩, સુરત ૫૮, ભાવનગર કોપોરેશન ૧૨, વડોદરા ૧૨, ગાંધીનગર ૧૧, ખેડા ૧૧, કચ્છ ૧૦, ગાંધીનગર કોપોરેશન ૮, જામનગર કોપોરેશન ૮, સાબરકાંઠા ૮, જુનાગઢ કોપોરેશન ૭, અમદાવાદ ૭, ભાવનગર ૭, અમરેલી ૭, આણંદ ૫, પાટણ ૪, મહીસાગર ૪, નર્મદા ૪, ગીર-સોમનાથ ૪, જુનાગઢ ૪, ડાંગ ૩, મોરબી ૩, અરવલ્લી ૨, પંચમહાલ ૧, બોટાદ ૧, છોટા ઉદેપુર ૧, તાપી ૧,જામનગર ૧ કેસ નોંધાયા હતા.

છેલ્લા 4-5 દિવસથી અચાનક સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ પછી સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 273 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 215 અને સુરત જિલ્લામાં 58 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6731 પર પહોંચ્યો છે. અને હાલ સુધીમાં 199 લોકોના મોત થયાં છે. આમ જોઈએ તો સુરતમાં હાલ 2166 એક્ટિવ કેસ છે.

આજે નોંધાયેલા મૃત્યુ વિશે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન – 5, સુરત કોર્પોરેશન – 3, રાજકોટ કોર્પોરેશન 3, સુરત 2, જામનગર 1, અમરેલી 1 અને મોરબીમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 1995 પર પહોંચ્યો છે.

અત્યારે ગુજરાતમાં ટોટલ એક્ટિવ કેસોની સંખ્યા 9111 પર પહોંચી ગઈ છે, જેમાંથી 69 દર્દીઓની હાલત ગંભીર છે અને 9044 દર્દીઓની હાલત સ્થિર છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.