BREAKING: દિગ્ગજ એક્ટ્રેસ તબસ્સુમનું 78 વર્ષની વયે નિધન, આ ખતરનાક રીતે થઇ ગયું મૃત્યુ

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક જાણિતા એક્ટ્રેસ તબસ્સુમનું આજે અવસાન થયું છે. તેઓની ઉમર 78 વર્ષ હતી. તેમણે શુક્રવારે સાંજે કાર્કિયક એરેસ્ટ આવ્યો હતો. જેને લીધે તેમણે દુનિયા છોડી દીધી છે. વર્ષ 1947માં તબસ્સુમે બેબી તબસ્સુમ નામથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેઓ જાણીતા ચાઈલ્ડ આર્ટિસ્ટ હતા.

ગયા વર્ષે એપ્રિલમાં તેઓના અવસાનની ખોટી અફવા ફેલાઈ હતી. તે સમયે તેમણે પોતે જ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે આ સમાચાર ખોટા છે. તબસ્સુમે રામાણય સીરિયલ ફેમ એક્ટર અરુણ ગોવિલના મોટાભાઈ વિજય ગોવિલ સાથે લગ્ન કર્યાં હતા. તેમને એક દીકરો પણ પણ છે, જેનું નામ હોશાંગ ગોવિલ છે.

1947માં ત્રણ વર્ષીય તબસ્સુમે બેબી તબસ્સુમ તરીકે ચાઇલ્ડ એક્ટર તરીકે ‘નરગીસ’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ‘મેરા સુહાગ’, ‘મઝધાર’, ‘બારી બહેન’, ‘સરગમ’, ‘દીદાર’, ‘સંગ્રામ’, ‘તેરે મેરે સપને’ સહિતની વિવિધ ફિલ્મ કરી હતી. છેલ્લે તેઓ 1990માં ફિલ્મ ‘સ્વર્ગ’માં દેખાય હતા પછી

તેઓ દૂરદર્શન પર આવતો ફેમસ શો ‘ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન’થી ભારતભરમાં લોકપ્રિય થયા હતા. તમને જણાવી દઈએ કે આ ટીવી શો 1972થી 1993 સુધી ચાલ્યો હતો. પછી તબસ્સુમે ‘ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન’ના સિલેક્ટેડ એપિસોડ લઈને ‘તબસ્સુમ ટૉકીઝ’ શો શરૂ કર્યો હતો.તબસ્સુમે મેગેઝિન ‘ગૃહલક્ષ્મી’ના એડિટર તરીકે 15 વર્ષ સુધી કામ કર્યું હતું.

તેઓએ રામાનંદ સાગરના સુપર હિટ શો ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવનાર દિગ્ગજ અભિનેતા અરુણ ગોવિલના ભાઈ વિજય ગોવિલ સાથે લગ્ન કર્યા હતા. તેઓના દીકરા હોશાંગે ‘તુમ પર હમ કુરબાન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ તબસ્સુમે ડિરેક્ટ તથા પ્રોડ્યૂસ કરી હતી. આટલું જ નહીં આ ફિલ્મમાં તબસ્સુમે જ્હોની લીવરને પહેલી જ વાર કોમેડિયન તરીકે લૉન્ચ કર્યો હતો.

YC