ખબર

ઝોમેટોથી 100 રૂપિયા રિફંડ લેવાના ચક્કરમાં એન્જીનીયર લૂંટાયો 77,000 રૂપિયામાં- જાણો કઈ રીતે ભરાયો

આજના ડિજીટલના યુગમાં લોકો સમયના બચાવ માટે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા હોય છે. એવામાં તાજતેરમાં જ એક ઝોમેટો ઓનલાઇન ફૂડ ઓર્ડર એપ્લિકેશન સાથે જોડાયેલો એક ધોખાઘડીનો મામલો સામે આવ્યો છે. બિહારની રાજધાની પટનાના રહેનારા એક વ્યક્તિને ઝોમેટો માંથી જમવાનું મંગાવવું ખુબ જ ભારે પડી ગયું છે.

પટનાના એક એન્જીનીયરે ઝોમેટોમાંથી 100 રૂપિયાનું જમવાનું મગાવ્યું હતું. તેને જમવાનું પસંદ ન આવ્યું તો તેણે પાછું રિર્ટન કરવાનો નિર્ણંય લીધો અને તે પોતાના 100 રૂપિયા પાછા પણ મેળવવા માગતો હતો પણ 100 રૂપિયાને બદલે તેને 77,000 રૂપિયાની ખોટ ગઈ.

Image Source

જે વ્યક્તિની અમે વાત કરી રહ્યા છીએ તે પટનાનો રહેવાસી વિષ્ણુ છે અને તે એક એન્જીનિયયર છે. વાત કંઈક એવી છે કે વિષ્ણુએ ઝોમેટો એપ્લિકેશન દ્વારા ફૂડ ઓર્ડર કર્યું હતું. જ્યારે ડિલિવરી બોય ઓર્ડર લઈને આવ્યો ત્યારે વિષ્ણુને તેની ક્વોલિટી કે સ્વાદ પસંદ ન આવ્યો અને તેણે ડિલિવરી બોયને કહ્યું કે તે આ ઓર્ડર પાછો રિટર્ન કરવા માગે છે અને પોતાના 100 રૂપિયા પણ પાછા મેળવવા માગે છે.

ડિલિવરી બોયએ વિષ્ણુને સલાહ આપતા ગુગલ પર ઝોમેટો કસ્ટમર કૈર સાથે વાત કરવા માટેનું કહ્યું. ગુગલ પર સર્ચ કર્યા પછી પહેલો નંબર સામે આવ્યો અને તેણે ફોન લગાવ્યો. અમુક સમય પછી એક વ્યક્તિનો ફોન આવ્યો, તેણે પોતાને જોમેટો કસ્ટરમર કેરનો એગ્જીક્યુટીવ જણાવ્યો. તેણે વિષ્ણુને કહ્યું કે 100 રૂપિયા પાછા મેળવવા માટે તેને પહેલા 10 રૂપિયા આપવાના રહેશે જેના પછી 10 રૂપિયા પણ પાછા એકાઉન્ટમાં મળી જશે.

Image Source

જેના પછી તે વ્યક્તિએ વિષ્ણુને ફોન પર એક લિંક આપી અને કંઈપણ વિચાર્યા વગર જ વિષ્ણુએ તે લિંકને ખોલી અને તેમાં આપેલા દરેક નિર્દેશનું અનુસરણ કરીને 10 રૂપિયા જમા કરી દીધા. જેના પછી વિષ્ણુને લાગ્યું કે તેને પોતાના 100 રૂપિયા અને 10 રૂપિયા પાછા મળી જશે.

Image Source

આ લેવળ-દેવળના અમુક મિનિટો પછી વિષ્ણુના બેંક ખાતામાંથી અનેક ટ્રાજેક્શનના માધ્યમથી 77,000 રૂપિયા કપાવી લેવામાં આવ્યા. પૈસા ઘણા પેટીએમ માધ્યમથી કાપવામાં આવ્યા હતા અને 77,000 રૂપિયા અમુક જ મિનિટોમાં ગાયબ થઇ ગયા. ઘટના પછી વિષ્ણુએ પોલીસ અને બેન્ક પાસેથી મદદ માંગી છે. હજી સુધી કોઈ કાર્યવાહી શરૂ થઇ નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.