સુરતની માસુમ ગ્રીષ્મા હત્યાકેસના બે મહિના બાદ પણ હજુ આરોપી નથી ચઢ્યો ફાંસીના માંચડે, 76 સાક્ષીઓની જુબાની લેવાઈ

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં થયેલા માસુમ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસને એક મહિના કરતા પણ વધારે સમય થઇ ગયો છે.  પોલીસ દ્વાર SIT ની ટીમનું ગઠન કરીને ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં ચાર્જ સહિત પણ રજૂ કરી દીધી હતી અને હવે ડે ટુ ડે ટ્રાયલ પણ શરૂ કરી દીધો છે.

ત્યારે હવે આ કેસમાં હવે 76 સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હવે માત્ર 10 સાક્ષીઓની જુબાની લેવાની બાકી છે. ગ્રીષ્મા કેસના તમામ સાક્ષીઓએ આરોપી ફેનિલને ઓળખી બતાવ્યો હતો. ત્યારે હવે ફેનિલને ગ્રીષ્માની હત્યા કરવાના આરોપસર ફાંસીના માચડે ચઢાવવાની તૈયારીઓ પણ પૂર્ણ થઇ રહી હોય એમ લાગી રહ્યું છે.

તો ગ્રીષ્માની હત્યા કરવા માટે વપરાયેલું ચપ્પુ વપરાયેલું હતું તે ચપ્પુ ફેનેલી જે દુકાનમાંથી ખરીદ્યુ હતું, તે દુકાનદારની જુબાની પણ લેવામાં આવી હતી. ત્યારે દુકાનદારે જણાવ્યું હતું કે ફેનિલે આ ચપ્પુ પોતાના પ્રોટેક્શન માટે લીધું હોવાનું તેમને કહ્યું હતું. ફેનિલે જેની પાસે ચપ્પુ ચપ્પુ ખરીદ્યુ એ ઉપરાંત કોલેજમાં જે મિત્રને મળ્યો હતો તે સહિતના 11 સાક્ષીની જુબાની પણ લેવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા પણ કોર્ટ ટ્રાયલ હતું અને તેમાં આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન જ ચાલુ કેસ કાર્યવાહી સમયે જ ફેનિલ ગોયાણી બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેના બાદ તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. 1 કલાક અને 20 મિનિટની સારવાર બાદ તેની તબિયતમાં સુધારો આવ્યો હતો. કોર્ટની અંદર ચાલુ સુનાવણી દરમિયાન જ ફેનિલ બેભાન થઇ જવાના કારણે ભાગદોડ પણ મચી ગઈ હતી, અને તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ફેનિલ ગોયાણીને ગળ્યું ખાવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટની પરવાનગી સિવાય તેને જમવાનું આપી ના શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે બાદ ફેનિલને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં પહોંચેલા હત્યારા ફેનિલે અને કોર્ટમાં જ લાડુ ખાવાની પરવાનગી માંગી હતી, પરંતુ કોર્ટ દ્વારા ફેનિલની આ માંગણીને રદ્દ કરી દેવામાં આવી હતી. ગ્રીષ્માના સરકારી વકિલે જણાવ્યું હતું કે ફેનીલિ ફક્ત નાટક જ કર્યું હતું, તેની તબિયત એકદમ સારી હતી.

Niraj Patel