જીવનશૈલી મનોરંજન

મિથુનના ઘરની સુરક્ષા માટે કાર્યરત રહે છે 76 કુતરાઓનો કાફલો, તેના રહેવા માટે બનેલા છે AC રૂમ

બોલીવુડમાં ડિસ્કો ડાન્સરના નામથી લોકપ્રિય અભિનેતા મિથુન ચક્રવર્તી 67 વર્ષના થઇ ચુક્યા છે. 16 જૂન 1950 ના રોજ કલકતામાં જન્મેલા મિથુનનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું.

મિથુન બોલીવુડના તે અભિનેતાઓમાંના એક છે જેનું ન તો કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ રહ્યું કે ન તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું, છતાં પણ તેણે પોતાની મહનતના દમ પર પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી હતી. આજે અમે મિથુનની જીવનશૈલી વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

મિથુન બોલીવુડના સૌથી ધનવાન અભિનેતાઓમાંના એક છે, હાલ તો તે લાંબા સમયથી બોલીવુડથી દૂર છે. પણ તે ઘણા રિયાલિટી શો માં જોવા મળે છે. ફિલ્મો ન કરવા છતાં પણ મિથુનનું ટર્ન ઓવર 240 કરોડ રૂપિયા છે.

Image Source

મિથુને અભિનેતા બનવા માટે પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટથી તાલીમ લીધી હતી. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1976 માં આવેલી ફિલ્મ ‘મૃગયા’ દ્વારા કરી હતી, આ ફિલ્મમાં તેના દમદાર અભિનય માટે તેને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

Image Source

મિથુને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ પણ લીધેલી છે.  મિથુન અત્યાર સુધીમાં ચાર નેશનલ ઍવોર્ડ જીતી ચુક્યા છે, જેમાં મૃગયા, અગ્નિપથ, બંગલી ફિલ્મ તહાદર કથા અને સ્વામી વિવેકાનંદ ફિલ્મો શામિલ છે.

Image Source

મુખ્ય અભિનેતા બનતા પહેલા મિથુને અમિતાભ બચ્ચનજીની ફિલ્મ ‘દો અનજાને’ માં કામ કર્યું હતું જે વર્ષ 1976 માં રિલીઝ થઇ હતી. મિથુન ઇન્ડિયન ક્રિકેટ લીગની ટિમ રૉયલ બંગાલ ટાઇગર્સના કૉ-ઑનર પણ રહી ચુક્યા છે. તેના સિવાય તે બંગાલ ફૂટબૉલ એકેડમીએના કૉ-ઑનર પણ રહી ચુક્યા છે.


મિથુનના મોનાર્ક ગ્રુપના નામથી ઘણી હોટેલો ચાલે છે. મિથુનની પાસે મુંબઈમાં બાંદ્રા અને મડ આઇલેન્ડ વિસ્તારમાં બે શાનદાર બંગલા છે આ સિવાય ઉટીમાં પણ તેનો શાનદાર બંગલો આવેલો છે.

Image Source

મિથુનને પ્રાણીઓ પ્રત્યે ખુબ પ્રેમ અને લગાવ છે. મિથુનના મુંબઈ સ્થિત ઘરમાં તેણે 38 કુતરાઓ પાળી રાખ્યા છે. તેમણે આ કૂતરાની દેખભાળ કરનારી સંસ્થા કેનલ ક્લબ ઑફ ઇન્ડિયાને પણ જોઈન કરેલું છે. કુતરાના સિવાય મિથુનના ઘરમાં ઘણા પ્રકારની યુનિક ચકલીઓનું પણ કલેક્શન છે.

Image Source

આ પ્રાણીઓને એસી રૂમમાં રાખવામાં આવે છે. અહીં તેઓને રમવા માટે ઘણી ગેમ્સ પણ રાખેલી છે. મિથુનનું ઘર સૌથી સુરક્ષિત ઘરોમાનું એક માનવામાં આવે છે. આ સિવાય તેના ઉટી સ્થિત બંગલામાં 76 કૂતરાઓનો કાફલો છે.

Image Source

મિથુન અત્યાર સુધીમાં 350 થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. એકદમ સાધારણ એવા દેખાતા મિથુને બોલીવુડમાં જે નામના મેળવી છે તે પ્રશંસાને પાત્ર છે. બૉલીવુડના ડિસ્કો ડાન્સર એટલે કે મિથુન ચક્રવતીને લઈને ઘણા લોકો જાણે છે.

પરંતુ તેના પરિવારને લઈને લોકોને વધુ જાણકારી નથી ખાસ કરીને તેની દીકરી દિશાની અને મિમોહ સિવાય તેને 2 દીકરા છે.મિથુને 1982માં એક્ટ્રેસ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. યોગિતા બાલીથી મિથુનના ત્રણ દીકરા છે. જયારે તેની દીકરી દિશાનીને તો તેને દત્તક લીધી છે.

 

Image Source

જણાવી દઈએ કે, દિશાની જયારે નાની હતી ત્યારે તેના અસલી માતાપિતા એ તેને કચરાના ઢગલામાં નાખી દીધી હતી. આસપાસના લોકોને જયારે બાળકના રડવાનો અવાજ આવ્યો ત્યારે તેને બહાર કાઢી હતી.

આ વાતની જાણકારી બીજા દિવસે અખબારમાં આવતા મિથુનને ખબર પડી ત્યારે તેને પત્ની યોગિતા બાલીએ દત્તક લેવાની વાત કરી હતી. આ બાદ યોગિતા તેના માટે તુરંત જ તૈયાર થઇ ગઈ હતી. બંનેએ કાગળ પરની કાર્યવાહી પુરી કરી નાની બાળકીને ઘરે લાવ્યા હતા.

આ બાદ મિથુન અને યોગિતા બાલીએ તેનો ઉછેર સગી પુત્રીની જેમ ઉછેર્યો હતો. દિશાનીનું ધ્યાન તેના ત્રણ ભાઈઓએ પણ રાખ્યું હતું. આજે દિશાની મોટી થઈ છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

દિશાનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 70,000 ફોલોઅર્સ છે. એક ફિલ્મી પરિવારમાં ઉછરેલી દિશાનીને ફિલ્મોનો ખૂબ શોખ છે. તે સલમાન ખાનની મોટી ચાહક છે. અહેવાલો અનુસાર, દિશાનીએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી એક્ટિંગનો અભ્યાસક્રમ લીધો છે.

તે માત્ર ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.ઇશાનીએ 2017માં શોર્ટ ફિલ્મ ‘હોલી સ્મોક’ દ્વારા એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના મોટા ભાઇ ઉશ્મેયા (રિમોહ) ચક્રવર્તીએ કર્યું હતું. આ પછી તે અંડરપાસ નામની બીજી શોર્ટ ફિલ્મમાં જોવા મળી છે.

મિથુન દા એક સ્ટાર તેમજ સોસલાઇટ ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સભ્ય તરીકે ઓળખાય છે. મિથુન દા જેણે બે વાર ફિલ્મફેર અને ત્રણ વાર નેશનલ એવોર્ડ જીતી ચુક્યો છે. 1982માં એક્ટ્રેસ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને ચાર સંતાનો મીમોહ (મહાક્ષય), રિમોહ (ઉષામેયા), નમાશી અને પુત્રી દિશાની છે.

મિથુનના મોટા દીકરા મીમોહે 2008 માં ‘જિમ્મી’ નામની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ તેણે પોતાનું નામ બદલીને મહાક્ષય રાખ્યું છે. મીમોહથી રિમોહ નાનો છે. જે 2008 માં ફિલ્મ ‘ફિર કભી’ માં મિથુન ચક્રવર્તીના યંગ વર્ઝનને જીતતો જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે, રિમોહ હજી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેણે પણ પોતાનું નામ બદલીને ઉશ્મય ચક્રવર્તી રાખ્યું છે.