75 વર્ષના દાદાએ કર્યા 70 વર્ષની દાદી સાથે લગ્ન, વરઘોડામાં સામેલ થયું આખું ગામ.. જુઓ કેવો હતો આ અનોખા લગ્નનો નજારો

ઘરડા ઘરની અંદર 75 વર્ષની ઉંમરમાં દાદાને થઇ ગયો 70 વર્ષના દાદી સાથે પ્રેમ, પછી દાદાએ આ ઉંમરે આપ્યો પોતાની લવ સ્ટોરીને નવો વળાંક.. જુઓ

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આ લગ્નના માહોલ વચ્ચે ઘણી બધી એવી એવી ખબરો પણ સામે આવતી હોય છે જે હેરાન કરી દેતી હોય છે. ત્યારે હાલ એવી જ એક ખબરે સૌને હેરાન કરી દીધા છે. જેમાં એક 75 વર્ષના દાદાને 70 વર્ષના દાદી સાથે પ્રેમ થઇ ગયો અને પોતાના આ પ્રેમને આખરી મંજિલ આપતા દાદાએ દાદી સાથે લગ્ન પણ કરી લીધા.

75માં વર્ષની ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિએ 70 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા છે. હવે આ અનોખા લગ્નની ચર્ચા આખા મહારાષ્ટ્રમાં થઈ રહી છે. આ મામલો મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાનો છે. લગ્ન પહેલા વરરાજા વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. જ્યાં બંને એકબીજાને ઓળખ્યા અને પછી એકબીજા સાથે આગળનું જીવન વિતાવવાનું નક્કી કર્યું.

પુણે જિલ્લાના વાઘોલીની આ 70 વર્ષની દુલ્હનનું નામ અનુસુયા શિંદે છે. જ્યારે શિરોલ તહસીલના રહેવાસી 75 વર્ષીય વરરાજાનું નામ બાબુરાવ પાટીલ છે. બંને લોકોએ તેમના જૂના જીવનસાથી ગુમાવ્યા હતા. આ કારણોસર બંને જણા શિરોલ તાલુકામાં ઢોસરવાડ ખાતે જાનકી વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. જ્યારે વૃદ્ધાશ્રમના ડાયરેક્ટર બાબાસાહેબ પૂજારીને તેમની લગ્ન કરવાની ઈચ્છા વિશે જાણ થઈ, ત્યારે તેમણે તમામ જરૂરી કાગળ પૂરા કર્યા અને બંનેના લગ્ન કરાવ્યા.

લગ્ન પહેલા બંને લોકો લગભગ સમાન સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એકબીજા સાથે વાત કરવાની અને દુ:ખ વહેંચવાની પ્રક્રિયા શરૂ થઈ. જ્યાં આ અનોખા લગ્ન થયાં તે ગામના અગ્રણી લોકોની હાજરીમાં આ લગ્ન સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે કરવામાં આવ્યા હતા. દંપતીને શારીરિક સુખ કે ધનની પણ ઈચ્છા નહોતી.

જો આ કપલની ઈચ્છા ફક્ત એટલી જ છે કે એકબીજા સાથે બાકીનું જીવન વિતાવવું. લગ્ન પછી પણ આ વૃદ્ધ દંપતી વૃદ્ધાશ્રમમાં જ રહેશે. લગ્ન પહેલા પણ આ કપલે તમામ પાસાઓ પર વિચાર કર્યો હતો. જે બાદ ઓપરેટરને લગ્નની વાત કહેવામાં આવી હતી. ત્યારે હાલ આ લગ્ન સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે.

Niraj Patel