ખબર

દીકરા અને વહુના દુર્વ્યવ્હારથી પરેશાન થઈને આ વૃધ્ધે પોતાની સંપત્તિને લઈને એવો નિર્ણય લીધો કે જાણીને તાળી પાડશો

ઓરિસ્સાના જાજપુર જિલ્લાના મુરારીપુર ગામના રહેવાસી 75 વર્ષીય પૂર્વ પત્રકારે પોતાની જમીન રાજ્યસરકારના નામે કરી દીધી છે. અહેવાલો અનુસાર, આ વૃદ્ધ વ્યક્તિએ આવો નિર્ણય તેમના વહુ-દીકરાના દુર્વ્યવ્હારથી પરેશાન થઈને લીધો છે. તેમને પોતાની જમીન રાજ્યસરકારના નામ કરીને લગભગ બધાને જ ચોંકાવી દીધા છે.

આ સાથે જ પૂર્વ પત્રકાર ખેત્રમોહન મિશ્રાએ આ જમીન પર વૃદ્ધાશ્રમ બનાવવાની પોતાની ઈચ્છા વ્યક્તિ કરી હતી. જો કે તેમને કથિત રીતે એમ પણ કહ્યું હતું કે તેમના બાળકોએ તેમને મારી નાખવાની કોશિશો પણ કરી હતી.

Image Source

વૃદ્ધ ખેત્રમોહન મિશ્રાનું કહેવું છે, ‘મેં આ નિર્ણય મારા દીકરા અને વહુના દુર્વ્યવ્હારને કારણે લીધો છે. મેં મારા વસિયતનામા પર સહી કરી દીધી છે. હું મારુ બાકીનું જીવન વૃદ્ધાશ્રમમાં વીતાવીશ. હું ઈચ્છું છું કે સરકાર મારી જમીન પર વૃદ્ધાશ્રમ બનાવે કે જ્યા મારા જેવા બીજા વૃદ્ધો પોતાના જીવનને છેલ્લી ક્ષણો કોઈ પણ પ્રકારની ચિંતા વિના ગુજારી શકે.’ આટલું ન નહિ, પણ તેમનું એવું પણ કહેવું છે કે તમના મૃત્યુ બાદ તેમની અસ્થિઓ પણ વહુ-દીકરાને આપવાની કોઈ જરૂર નથી. અહેવાલો અનુસાર, વૃદ્ધ ખેત્રમોહન મિશ્રા પાસે એક ખૂબ જ આલીશાન ઘર, જમીન જેવી ઘણી મોંઘી સંપત્તિઓ છે.

આ આખી ઘટના પર જાજપુરના કલેકટરનું કહેવું છે કે હાલ તો વૃદ્ધ ખેત્રમોહન મિશ્રાને નજીકના જ એક વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેકટરના જણાવ્યા અનુસાર, વૃધ્ધે તેમને વાટી કરી છે કે તેમના પરિવારને તેમની અંતિમક્રિયા કરવા દેવામાં ન આવે. સાથે જ વૃદ્ધની ઈચ્છા અનુસાર, તેમની જમીન પર વૃદ્ધાશ્રમ બનાવવાનો નિર્ણય કર્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks