ખબર

અરે બાપ રે ! ગુજરાતના આ શહેરમાં રહેતા હોવ તો વાલીઓ ચેતી જજો, 75 બાળકો કોરોના પોઝિટિવ, જાણો વિગત

કોરોનાનો કહેર સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વરસી રહ્યો છે, ત્યારે એવામાં વડોદરાથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખતરનાક અને વધુ ઘાતક સાબિત થઇ રહી છે, તેવામાં હવે બાળકો પણ કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. બાળકોને કોરોના થવો એ વધુ ચિંતાજનક સ્થિતિ છે.

પ્રતિકાત્મક તસવીર

વડોદરાની સયાજી હોસ્પિટલમાં જ છેલ્લા 15 દિવસમાં 75થી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ. શીલા ઐય્યરે કહ્યું કે 5 વર્ષથી નીચેના બાળકો સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે. બાળકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. માત્ર સયાજી હોસ્પિટલમાં જ છેલ્લા 15 દિવસમાં 75 થી વધુ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડો. શીલા ઐયરે નિવેદન આપ્યું હતું કે, 5 વર્ષથી નીચેના બાળકો કોરોનાથી વધુ થઈ રહ્યા છે સંક્રમિત. 90 ટકા બાળકો હોમ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે. માત્ર 14 બાળકોને જ હોસ્પિટલમાં કરાયા દાખલ, જેમાંથી 12 સાજા થઈને ઘરે ગયા.

પ્રતિકાત્મક તસવીર

ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે. રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે.