મમતાની ખોટ ન હોય અને વિજ્ઞાનનો પણ સહારો હોય, તો બાળકનો ખીલખીલાટ થવાનો જ છે. પોતાની આ ઈચ્છાને 74 વર્ષની મહિલા મંગાયમ્મા એ પુરી કરીને આ ઉંમરમાં એક મોટી જવાબદારીની મિસાલ કાયમ કરી છે. મંગાયમ્માએ વિટ્રો ફર્ટાઈઝેશન(આઇવીએફ) પ્રક્રિયા દ્વારા ગર્ભધારણ કર્યું અને આંધપ્રદેશની અહલ્યા નર્સિંગ હોમમાં ગુરુવારના રોજ જુડવા બાળકોને જન્મ આપ્યો.

ચાર ડોક્ટરોની ટીમે મળીને સિઝેરિયન ઓપરેશન કર્યું અને તેના ખોળામાં જુડવા બાળકોને સોંપી દીધા. એવામાં બંન્ને બાળકો અને માતાનું સ્વાસ્થ્ય એકદમ ઠીક છે. આગળના 57 વર્ષોથી સંતાન માટે તડપી રહેલા આ યુગલોનું સપનું હવે પૂરું થયું છે, જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે.

પૂર્વી ગોદાવરી જિલ્લાના નેલલાપતીર્પાડુ ની રહેનારી મંગાયમ્મા અને તેના પતિ યર્રમટ્ટી રામરાજા રાવના ઘરે લગ્નના આટલા વર્ષ પછી પણ બાળક થયું ન હતું. લાંબા સમયની રાહ પછી આખરે બંન્નેએ આઇવીએફનો સહારો લેવાનો નિર્ણય લીધો. એવામાં આગળના વર્ષે બંન્નેએ નર્સિંગ હોમમા આઈવીએફ વિશેષજ્ઞનો સંપર્ક કર્યો અને તેઓએ પણ બંન્નેની પુરી મદદ કરી અને સુંદર જુડવા બાળકોને જન્મ આપ્યો.

જણાવી દઈએ કે વર્ષ 1962 માં મંગાયમ્મા ના લગ્ન યર્રમટ્ટી રામરાજા રાવ સાથે થયાં હતાં. ખેડૂત પરિવાર સાથે જોડાયેલા રાજારામ અને પત્ની સંતાન માટે તરસી રહ્યા હતા.
આગળના વર્ષે મંગાયમ્માના પાડોશમાં રહેનારી એક મહિલા આઇવીએફ દ્વારા અર્ભવતી બની હતી જેની ઉંમર 55 વર્ષ હતી એવામાં મંગાયમ્માએ પણ હિંમત કરીને આઇવીએફ દ્વારા ગર્ભધારણ કરવાનો નિર્ણય લઇ લીધો. ડોકટરો પણ નિયમિત રૂપથી મંગાયમ્માના સ્વસ્થ્ય પર નજર બનાવી રાખેલા હતા. આ સિવાય મંગાયમ્મા માટે સ્પેશિયલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી.

બીપી અને શુગર જેવી એકપણ બીમારી ન હોવાને લીધે કોઈ સમસ્યા વગર જ મંગાયમ્માના ગર્ભમાં બાળકનો ઉછેર થતો રહ્યો. એવામાં આઇવીએફ કરાવનારી સૌથી વધારે ઉંમરની મહિલાના રૂપમાં રેકોર્ડ પણ બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ રાજસ્થાનમાં દલજીન્દરના નામ પર હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks