ખબર

3 વર્ષથી આ મહિલા સંડાસમાં રહેવા માટે છે મજબુર, લોકો કરી રહ્યા છે મદદની અપીલ- વાંચો સમગ્ર મામલો

ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે આપણે નાના એવા  ઘરમાં જ પોતાના મોટા પરિવાર સાથે રહેતા પણ જોયા હશે, તો ઘણા લોકો પાસે પોતાનું જ ઘર ના હોવાના કારણે ફૂટપાથ કે બસસ્ટેન્ડની અંદર જ સુઈ જતા પણ આપણે જોયા છે. પરંતુ હાલમાં જ એક 72 વર્ષની મહિલા છેલ્લા 3 વર્ષથી  સંડાસમાં રહેવા માટે મજબુર બની છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ઓડિસાના મયૂરભંજ જિલ્લાની કનિકા ગામની એક 72 વર્ષની મહિલા છેલ્લા ત્રણ વર્ષથી શૌચાલયમાં રહેતી હોવાના સમાચાર આજે દેશભરમાં ફેલાઈ રહ્યા છે, લોકો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ મહિલાને મદદ કરવાની પણ અપીલ કરી રહ્યા છે.

72 વર્ષની આ આદિવાસી મહિલાનું નામ દ્રૌપદી બહેરા છે. જેને સરકાર દ્વારા ઘર માટે સહાય ના મળતા તે છેલ્લા ત્રણ વર્ષથી શૌચાલયમાં રહેવા માટે મજબુર બની છે. તે મહિલાના જણાવ્યા અનુસાર તેનો આખો પરિવાર જેમાં એક દીકરો અને દીકરી પણ છે તે બહાર ખુલ્લામાં સુઈ રહે છે. જયારે તે મહિલા શૌચાલયમાં જ જમવાનું બનાવે છે અને ત્યાંજ રાત્રે સુઈ જાય છે.

આ મહિલા જે શૌચાલયમમાં જમવાનું બનાવી અને રાત વિતાવી રહી છે તે શૌચાલય પણ કનિકા ગ્રામ પ્રસાશન દ્વારા જ બનાવી આપવામાં આવ્યું હતું, લોકો સામે જયારે આ મહિલાની વાત પહોંચી ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આ મહિલાને મદદ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા હતા.

ગામના સરપંચ બુધુરામ પુતી આ મહિલાની હાલત જોઈને જણાવી રહ્યા છે કે “મારી એટલી હેસિયત નથી કે હું તેમના માટે ઘર બનાવી શકું, પરંતુ યોજના અંતર્ગત જયારે વધારાના ઘર બનાવવા માટે આદેશ આપવામાં આવશે ત્યારે હું પહેલું તેમનું ઘર આપાવીશ.”

ટ્વીટર ઉપર આ મહિલાની પોસ્ટ થયા બાદ ઘણા લોકો તેના પ્રતિભાવ રૂપે પોતાનું અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે. જેમાં ઘણા લોકો આ વાત સીએમ સુધી પહોંચાડવામાં આવે તો તેમની મદદ માટે કોઈ આગળ આવે અને કેટલાક ગામના સરપંચ રાજીનામુ આપે એવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

તે મહિલાનું કહેવું છે કે “તેમને પોતાની તકલીફો સંબંધિત વિભાગો સામે ઉઠાવી હતી.ત્યારબાદ વિભાગ તરફથી તેમને ઘર આપવાનું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી અમે અમારા ઘરની રાહ જોઈ રહ્યા છીએ.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.