રાજકોટની ધરતી પર બનેશે સૌથી મોટો વૃદ્ધાશ્રમ, મોરારી બાપુના હસ્તે રવિવારના રોજ થશે ભૂમિ પૂજન, સુવિધાઓ જોઈને તમે પણ ખુશ થઇ જશો… જુઓ

200 કરોડના ખર્ચે રાજકોટમાં નિર્માણ પામશે અદ્યતન 700 રૂમ સાથેનું લક્ઝુરિયસ વૃદ્ધાશ્રમ, 2100 વડીલોને આપવામાં આવશે આશરો

India’s largest old age home built in Rajkot : રાજકોટના લોકો માટે એક ખુશ ખબરી સામે આવી છે. રાજકોટમાં દેશનું સૌથી મોટા વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા માટે જઈ રહ્યું છે. છેલ્લા 8 વર્ષથી રાજકોટમાં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં નાત જાત કે ધર્મના ભેદભાવ વિના વ્રિધોને નિઃશુલ્ક પ્રવેશ આવામાં આવે છે તમામ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે.

ત્યારે હવે આ સંસ્થા દ્વારા 30 એકર જમીનની અંદર 200 કરોડના ખર્ચે 700 રૂમનું અદ્યતન સુવિધાઓ સાથેનું લક્ઝુરિયસ વૃદ્ધાશ્રમનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં અંદાજિત 2100 વડીલોને આશરો આપવામાં આવશે. નિર્માણ પામનારા આ વૃદ્ધાશ્રમનું ભુમીપુજન 28 મે એટલે કે રવિવારના રોજ પૂજ્ય મોરારીબાપુના હસ્તે કરવામાં આવશે.

ભુમીપુજન સમારંભમાં મોરારીબાપુ ઉપરત સંતો મહંતો અને રાજકોટ સહીત દેશભરમાંથી 10 હજાર જેટલા શ્રેષ્ઠિઓ ઉપસ્થિતિ રહેવાનું પણ અનુમાન છે. સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજય ડોબરીયાઓ મીડિયાને જણાવ્યું કે હતું કે, ” રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ કદાચ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે.”

આ વૃદ્ધાશ્રમની સુવિધાઓ વિશે વાત કરતા તેમને કહ્યું કે, “બિલ્ડિંગમાં કુલ 7 ટાવરમાં 700 રૂમ બનાવવામાં આવશે, જેમાં વડીલોને આશરો મળવાની સાથે સાથે તેમની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એકસાથે 2100 વડીલને આશરો આપવામાં આવશે. જોકે આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે, જેઓ નિરાધાર છે, જેમને કોઈ સંતાન નથી અને લાચાર છે. ”

આ  ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે, “વૃદ્ધાશ્રમમાં દરેક માળે અગાસી હશે, જેમાં વડીલો વોકિંગ કરી શકશે, પથારીવશ વડીલોની કેર કરવા માટે કેર ટેકરની ટીમ 24 કલાક 365 દિવસ ફરજમાં રહેશે. નવનિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે વડીલો વ્હીલચેરમાં જઈ શકે એવી સુવિધા હશે.”

આગળ તેમને જણાવ્યું કે બિલ્ડિંગના દરેક ટાવરમાં 100 રૂમ બનાવાશે. દરેક રૂમમાં હવા-ઉજાશ, ગ્રીનરી જળવાઈ રહે એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે. જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ બનશે, વડીલોને જૈન ભોજન મળી રહે, તેમને કોઈ મુશ્કેલી ન પડે એ માટે કુલ 7 ટાવરમાંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે.”

Niraj Patel