અહીં યોજાયો અનોખો બ્યુટી કોન્ટેસ્ટ, 700 ઊંટોએ લીધો ભાગ, જીતવાવાળાને મળ્યા અધધધધધ લાખ

કતારમાં ફીફા વર્લ્ડ કપ નહિ પણ બીજી એક અનોખી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેણે મોટી સંખ્યામાં લોકોને પોતાની તરફ આકર્ષિત થવા મજબૂર કર્યા. અહીં ઊંટના અનોખા બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરાયુ હતુ. આ પ્રતિયોગિતામાં દુનિયાના સૌથી સુંદર ઊંટને વિનર તરીકે પસંદ કરવામાં આવ્યો. આ પ્રતિયોગિતા ઘણા દિવસો સુધી ચાલી અને અંતે વિજેતાની જાહેરાત સાથે સમાપ્ત થઈ. આ પ્રતિયોગિતામાં 700થી વધુ ઊંટોએ ભાગ લીધો હતો. કતાર કેમલ ઝૈન ક્લબના પ્રમુખ હમાદ જાબેર અલ અથબાના જણાવ્યા અનુસાર, ‘આ વિચાર બિલકુલ વર્લ્ડ કપ જેવો છે.

અહીં ઊંટોના બ્યુટી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આયોજક ટીમ એ વાતનું ધ્યાન રાખે છે કે કોઈ બેઇમાની ન કરે. આ કાર્યક્રમ પૂરા મધ્ય પૂર્વમાં નિયમિત રૂપે આયોજિત કરાય છે, જ્યાં પેઢીઓથી લોકોને ઊંચ સાથએ જોડાવ રહ્યો છે. આ ઇવેન્ટમાં જે ઊંટ વધુમાં વધુ દૂધ આપે છે તેને પણ પસંદ કરવામાં આવે છે, તેને ઈનામ આપવામાં આવે છે.

આ ઈવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ઊંટોને ટ્રોફી એનાયત કરવામાં આવે છે. પૈસા તેમના માલિકોને ઇનામ તરીકે આપવામાં આવે છે. નાજા નામના ઊંટને પ્રથમ સ્થાન મળ્યું, તેના માલિકે 200,000 રિયાલ (44,72,484 રૂપિયા) કમાવ્યા. અને સૌથી વધુ દૂધ આપનાર ઉંટના માલિકને 15,000 રિયાલ મળ્યા છે. આ સૌંદર્ય સ્પર્ધા પહેલા ઊંટની તપાસ કરવામાં આવે છે.

આ હરીફાઈના ઊંટોએ કોસ્મેટિક સર્જરી તો નથી કરાવી તેની ચકાસણી કરવામાં આવે છે. એવું જોવામાં આવ્યું છે કે ઘણા ઊંટ માલિકો તેમના ઊંટોને બોટોક્સ, ફિલર અને સિલિકોન આપે છે. સાઉદી અરેબિયામાં યોજાયેલી આ ઈવેન્ટમાં કોસ્મેટિક ફેરફારોને કારણે ગયા વર્ષે ઘણા ઊંટોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ગલ્ફ દેશોના સ્પર્ધકો ભાગ લે છે અને ઊંટોની ઉંમર અને જાતિના આધારે તેઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લે છે.

અથબા જણાવે છે કે આ સ્પર્ધામાં ઊંટની સુંદરતા અલગ-અલગ સ્કેલ પર માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કાળા ઊંટને તેમના શરીરના કદ, તેમના માથા અને કાનના આધારે નક્કી કરવામાં આવે છે. જ્યારે, મઘાતીર ટાઇમના ઊંટ માટે એવું જોવામાં આવે છે કે તેમના કાન નીચે ઝુકેલા હોય, સીધા ન હોય.

તેની સાથે એ પણ જોવામાં આવે છે કે તેના મોંનો વળાંક કેવો છે. જ્યાં સુધી અસેલ નસ્લના ઊંટોનો સંબંધ છે, તેમની કેટલીક વિશેષતાઓ છે. તેમના કાનનું સ્થાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેમના હાડકાં અને ખૂરમાં નાજુકતા હોવી જોઈએ.

Shah Jina