હાલમાં સોશિયલ મીડિયામાં એક માર્મિક ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો જોઈને તમને પણ હમદર્દી થશે. આ વાયરલ થયેલા ફોટોમાં એક હાથણી બહુજ કમજોર જોવા મળી રહી છે. જેમાં હાથણીના બધા હાડકા બહાર જોવા મળે છે.

આ વાયરલ થયેલા ફોટોમાં 70 વર્ષીય હાથણીનો છે. જેનું નામ ટીકરી હોવાનું સામે આવ્યું છે. ટીકરીને લઈને એક વાત સામે આવી છે. જેમાં ટીકરીનો માલિક હજુ સુધુ તેની પાસે કામ કરાવે છે. જયારે આ હાથણીનું શરીર બિલકુલ લેવાઈ ગયું છે. ફક્ત હાડકા જ બચ્યા છે. પહેલી નજરે આ હાથણીનો ફોટો જોતા વિચારમાં પડી જવાઈ કે આખરે આવું થયું કરવી રીતે ?

ટીકરીને લઈને જે વાત સામે આવી છે. જેમાં ખરાબ તબીયત હોવા છતાં પણ આ હાથણી પાસે શ્રીલંકામાં દર વર્ષે પૈરાહેરા મહોત્સવમાં મજબુર કરવામાં આવી છે. ટીકરીનો આ ફોટો 12 ઑગસ્ટ વિશ્વ હાથી દિવસના દિવસે વાયરલ થયો હતો. આ ફોટો વાયરલ થયા બાદ લોકોએ શ્રીલંકાની સરકારને તેને બચાવવા માટેની અપીલ કરી છે. ફોટોમાં જોઈ શકાય છે કે ટીકરીની હાલત કઈ હદે ખરાબ થઇ છે. સોશિયલ મીડિયામાં જેને ફોટો શેર કર્યો છે તેને જણાવ્યું છે કે, ટીકરીને શોર-બકોર વચ્ચે મોડી રાત સુધી કામ કરાવવામાં આવે છે.
ચોંકવનારી વાત છે કે, ટીકરી નો માલિક તેની તબિયતની કોઈને ખબર ના પડે તે માટે થઈને તેની ઉપર ભારેખમ ચાદરો નાખે છે. આ ભારેખમ ચાદરો સાથેનો પણ ટીકરીનો ફોટો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, આખા શરીરને મોટી ચાદરથી ઢાંકી દેવામાં આવી છે. શ્રીલંકામાં દર વર્ષે યોજનારો પૈરાહેરા મહોત્સવમાં શામેલ થનારી ટીકરી હવે સરખી રીતે ચાસણી પણ નથી શકતી.
સોશિયલ મીડિયામાં ટીકરીના આ ફોટો બાદ લોકોએ અલગ-અલગ પ્રકારના સવાલ ઉઠાવવાનું ચાલુ કરી દીધું છે. લોકોએ કહ્યું હતું કે, ટીકરીનું આ હાલત જોઈને બહુજ દુઃખ થાય છે.

લોકોએ વધુમાં કહ્યું હતું કે, ટીકરીની આ હાલત જોઈને શ્રીલંકા સરકારે આગળ આવવું જોઈએ. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શ્રીલંકાના પર્યટન અને વન્યજીવ મંત્રી જોન અમરાતુંગાએ કહ્યું હતું કે, વન્યજીવ અધિકારીઓને તપાસનો આદેશ આપી દીધો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks