દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

પ્રેરણાદાયક સ્ટોરી: દરરોજ 500 લોકોને મફતમાં જમાડે છે આ બાબા, છેલ્લા 36 વર્ષથી કરી રહ્યા છે આ કામ

ભૂખ્યા વ્યક્તિને જમાડવું બહુ જ પુણ્યનું કામ છે. કહેવામાં આવે છે કે, ભૂખ્યા વ્યક્તિને જમાડવાથી સુખ અને સૂકુનની પ્રાપ્તિ થઇ છે. એવું નથી કે સુખ અને શાંતિ ફક્ત માણસને ખવડાવથી જ મળે પરંતુ જાનવરોને ખવડાવાથી પણ મળે છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવીશું કે, જેને આ પુણ્યના કામમાં તેના જીવનના 36 વર્ષ સમર્પિત કરી દીધા હતા.

Image Source

અમે વાત કરવા જઈ રહ્યા છીએ તમિલનાડુમાં રહેનારા 70 વર્ષીય સીતારામ દાસ બાબાની. સીતારામ બાબા છેલ્લા 36 વર્ષથી દરરોજના 500 લોકોને ફ્રી માં જમાડે છે. બાબા સીતારામનો આશ્રમ કિલાવસાલ સ્થિત રામનાથ સ્વામી મંદીર પાસે છે. આશ્રમમાં આવનાર કોઈ પર્યટકે અને તીર્થયાત્રી ક્યારે પણ ખાલી પેટ નથી જતા.

Image Source

સીતારામ બાબાના આશ્રમનું નામ બજરંગદાસ બાબા આશ્રમ છે. આ આશ્રમમાં ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય બન્ને ભોજન પીરસવામાં આવે છે. આ આશ્રમમાં આવનારા કોઈ વ્યક્તિ સાથે ધર્મ,જાતિ, લિંગ કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. સીતારામ બાબાનો આશ્રમ બધા લોકો માટે ખુલ્લો જ હોય છે.

સિતારામ બાબાની વાત કરવામાં આવે તો તે દરરોજ સવારે 5 વાગ્યે ઉઠી જાય છે, જેથી આવનારા 500થી 600 લોકો માટે ભોજન તૈયાર કરી શકે. આ આશ્રમ દાનની ચાલે છે. આશ્રમમાં આવનાર લોકો જે પૈસા દાન કરે છે, તેનાથી જ લોકોને જમાડવામાં આવે છે.

Image Source

આ સમગ્ર આયોજન બદલ ફક્ત 10 લોકોની નાની ટિમ છે. આ ટિમ જ આશ્રમને સારી રીતે ચાલવામાં મદદ કરે છે. કોઈ પણ યાત્રિક કે પર્યટકને દરરોજ સવારે 11: 30 થી 2 વાગ્યા સુધી જમાડવામાં આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.