હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન લગ્નને લઈને ઘણી એવી એવી ખબરો સામે આવે છે કે તેને સાંભળીને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર મોટી ઉંમરના પુરુષો નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરતા હોય છે, તો ઘણીવાર સંબંધોમાં જ એકબીજા સાથે લગ્ન કરવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, પરંતુ હાલ એક ઘટના સામે આવી છે જેમાં એક 70 વર્ષના સસરાએ પોતાની 28 વર્ષની પુત્રવધુ સાથે જ લગ્ન કરી લીધા.
આ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી. જ્યાંના બરહાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છપિયા ઉમરાવ ગામની અંદર 70 વર્ષના કૈલાશ યાદવ નામના વ્યક્તિએ પોતાની 28 વર્ષીય પુત્રવધુ પૂજા સાથે મંદિરમાં લગ્ન કર્યા અને તેની તસવીર હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ મામલો હાલ આસપાસના વિસ્તારોમાં પણ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બરહાલગંજ પોલીસ સ્ટેશનના ચોકીદાર કૈલાશ યાદવે તેની પુત્રવધૂ પૂજા સાથે સાત ફેરા લીધા અને આ પ્રસંગે ગામવાસીઓ સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. આ લગ્નને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે પતિના નિધન બાદ પૂજા એકલી પડી ગઈ હતી. તેના લગ્ન અન્ય કોઈ સાથે થયા હતા, પરંતુ તેને તે પરિવાર પસંદ નહોતો, તેથી તે તેના પતિના ઘરે પાછી આવી હતી.અહીં તે તેના સસરા સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી અને સમાજની પરવા કર્યા વિના આ લગ્ન થયા હતા.
બરહાલગંજ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર કૈલાશ યાદવના લગ્નની વાત સોશિયલ મીડિયા દ્વારા તે ગામ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. બરહાલગંજના સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે અમને આ લગ્ન વિશે વાઈરલ થઈ રહેલા ફોટો પરથી જ ખબર પડી છે. આ અંગે કોઈ ફરિયાદ મળી નથી. તેમણે કહ્યું કે આ બે લોકો વચ્ચેનો પરસ્પર મામલો છે, જો કોઈને ફરિયાદ હોય તો પોલીસ તપાસ કરી શકે છે. ગુજ્જુરોક્સ પણ આ ખબરની પુષ્ટિ કરતું નથી.