ખબર

70 વર્ષના વરરાજા લગ્નના 42 વર્ષ પછી વાજતે ગાજતે પોતાના સાસરે ગયા કન્યાને લેવા માટે, 8 બાળકો બન્યા જાનૈયા, જુઓ તસવીરો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ દરમિયાન ઘણા એવા લગ્નની ખબરો સામે આવતી હોય છે જેને જોઈને લોકો હેરાન પણ રહી જતા હોય છે. ત્યારે આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને અહીંયા કોઈપણ ઘટનાને વાયરલ થવામાં જરા પણ વાર નથી લાગતી, હાલ એવા જ એક લગ્ન ખુબ જ ચર્ચામાં છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અનોખા લગ્ન સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા છે. આ લગ્ન બિહારના સારણ જિલ્લામાં થયા હતા. જ્યારે 70 વર્ષનો વરરાજા તેમનો વરઘોડો લઈને નીકળ્યો ત્યારે જોનારાની ભીડ એકઠી થઈ ગઈ હતી. દંપતીની 7 પુત્રીઓ અને 1 પુત્ર લગ્નમાં જાનૈયા તરીકે વરઘોડામાં જોડાયા હતા.

સોશિયલ મીડિયા પર લોકોએ આ વરઘોડાને 70 વર્ષના વરરાજાના લગ્ન તરીકે શેર કર્યા. પરંતુ સત્ય કંઈક બીજું છે. હકીકતમાં વરરાજા લગ્ન કરવા નહોતા ગયા, પરંતુ 42 વર્ષ પછી તેમની પત્નીને આણું કરીને લેવા ગયા હતા. જણાવી દઈએ કે 70 વર્ષની ઉંમરમાં વરરાજા બનેલા રાજકુમાર સિંહના લગ્ન 5 મે 1980ના રોજ થયા હતા. તે સમયે સાસુ અને વહુની ગેરહાજરીને કારણે પત્નીનું આણું થઇ શક્યું નહોતું.

હવે જ્યારે તેમન સાળાઓ મોટા થઇ ગયા છે ત્યારે તેમણે દીદીનું આણું કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી વરરાજા બનેલા રાજકુમાર સિંહના બાળકોએ આ લગ્ન માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું. માતા શારદા દેવીને 15 એપ્રિલ 2022ના રોજ તેમના માતુશ્રીના ઘરે મોકલવામાં આવ્યા હતા. આ સાથે 5 મેના લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી.

ત્યાર બાદ પિતા રાજકુમારને વાજતે ગાજતે બગી પર બેસાડી સાસરે લઇ ગયા હતા. વરઘોડો નીકળ્યો અને તેમાં બાળક સહિત અનેક સગા-સંબંધીઓએ પણ સામેલ થયા. વરરાજા બનેલા રાજકુમારે માંઝી પોલીસ સ્ટેશનના નાચપ ગામથી એકમા પોલીસ સ્ટેશનના આમદડી ગામ સુધી વરઘોડો કાઢ્યો.

યુગલના આ અનોખા લગ્નમાં સિંદૂર ઉપરાંત તમામ વિધિઓ કરવામાં આવી હતી. રાજકુમારને દહેજ પણ મળ્યું. જ્યાં તેમને બુલેટ મોટરસાયકલ અને હીરાની વીંટી મળી હતી. આ ઉપરાંત કન્યા શારદા દેવીને ઘરેણાં આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ કપલને 7 દીકરીઓ અને 1 દીકરો છે. બધા મોટા થયા છે. સાતેય દીકરીઓ દેશની સેવામાં લાગેલી છે. કેટલાક બિહાર પોલીસ અને કેટલીક આર્મીમાં ફરજ બજાવે છે.