ખબર

દારૂડિયા દીકરાએ પોતાના જ પિતાનો હાથ તોડી, ઘરની બહાર કાઢી મૂક્યા, હવે દંપતી ચા વેચી ચલાવે છે ગુજરાન, જુઓ વાયરલ વિડીયો

થોડા સમય પહેલા જ ઇન્ટરનેટ ઉપર બાબા કા ઢાબા છવાઈ ગયું, અને માંડ માંડ ગુજરાન ચલાવતા દાદા-દાદી અને તેમનું બાબા કા ઢાબા ખુબ જ પ્રસિદ્ધ બની ગયું. ત્યારબાદ ઘણા એવા લોકો હતા જેમને મદદની જરૂર હતી એવા ઘણા લોકોને સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ અને વિડીયો દ્વારા મદદ માટે અપીલ કરવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by vishal sharma (@foodyvishal) on

હાલમાં જ એક 70 વર્ષના દંપતીની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેની અંદર એક હાથ તૂટેલા દાદા અને બા ચા વેંચતા નજર આવી રહ્યા છે, તેમની દર્દ ભરેલી વાર્તા સાંભળીને કોઈની પણ આંખમાં આંસુ આવી શકે છે, સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો તેમના માટે સહાનુભૂતિ પણ બતાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by vishal sharma (@foodyvishal) on

વિશાલ શર્મા નામના એક વ્યક્તિએ આ દિલ્હીના દ્વારકામાં રોડના કિનારે ચા વેંચતા એક દંપતીની કેટલીક તસવીરો અને વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં દાદાનો તૂટેલો હાથ પણ દેખાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by vishal sharma (@foodyvishal) on

આ વિડીયોની અંદર દાદા જણાવી રહ્યા છે કે તેમના દારૂડિયા દીકરાએ તેમનો હાથ તોડી નાખ્યો અને ઘરેથી કાઢી મુક્યા હતા. એટલું જ નહિ પરંતુ તેમના જમાઈએ પણ તેમની સાથે બર્બરતા કરી. થોડા મહિના સુધી તેમને મકાઈના ડોળા વેચીને ગુજરાન ચલાવ્યું, પરંતુ તેમની દીકરીએ તેના માતા-પિતાની મદદ કરી અને તેમને એક નાની ચાની દુકાન ખોલી આપી. આ દુકાન સુભાષ એપાર્ટમનેટ ફેસ-1 દ્વારકાની પાસે છે.

 

View this post on Instagram

 

A post shared by vishal sharma (@foodyvishal) on

વિશાલે પોતે પણ આ દાદાને મદદ કરી છે અને સાથે જ વીડિયોની અંદર ડોક્ટરોને પણ આ દાદાને ઠીક કરવા માટે આગળ આવવાનું જણાવ્યું છે. વિશાલે લોકોને પણ આ વૃદ્ધ દાદાની મદદ કરવા માટે આગળ આવવાનું કહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by vishal sharma (@foodyvishal) on

આ વીડિયોની અંદર ઘણા લોકો કોમેન્ટ કરી અને દાદાના દુઃખને અનુભવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી મહિમા ચૌધરીએ પણ કોમેન્ટ કરી છે. મહિમાએ આ દાદાનું સરનામું માંગ્યું છે.