કોરોનાની વેક્સિન લેનારા પ્રથમ સુરતી બાળક, સુરતના આ 7 વર્ષના ટેણીયાએ લીધી કોરોનાની વેક્સિન, જુઓ પછી શું કહ્યું

કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરમાં દુનિયાભરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાય લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ કોરોનાનો પ્રકોપ થોડો શમ્યો છે, ત્યારે બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોનનો ખતરો પણ માથે મંડરાતો જોવા મળી રહ્યો છે. કોરોનાના રક્ષણ સામે દેશભરમાં વેક્સિન અભિયાન પણ જોર શોરથી ચાલી રહ્યું છે.

પરંતુ ભારતમાં હજુ બાળકો માટે વેક્સિન શરૂ નથી થઇ ત્યારે આ દરમિયાન સુરતમાં એક બાળકે ઈઝરાયલમાં જઈને કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન લીધી હોવાની ખબર સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઇઝરાયેલમાં બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવા કેમ્પેઈન શરૂ કરાયું છે.

આ દરમિયાન ઈઝરાયેલમાં રહેતા અને ઇઝરાયેલથી સુરત પરત ફરેલા પરિવાર ઇઝરાયેલમાં બાળકોની વેક્સિન આપવાનું શરૂ થતાં 7 વર્ષના પુત્રને ફરીથી લઈ જઈ વેક્સિન મુકાવી છે. કોરોનાને કારણે વતન સુરત પરત ફરેલાં માતા-પિતાએ ફરીથી ઇઝરાયેલ જઈને તેમના 7 વર્ષના પુત્ર હ્રિધાન પટેલને વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે.

માતા શિવાની અને પિતા અભિષેકના જણાવ્યા અનુસાર કોરોનાકાળમાં બાળકોની ચિંતા સતાવતી રહે છે. જેથી ઇઝરાઈલમાં વેક્સિનેશનની વાત સાંભળ્યા બાદ એક મહીના માટે ત્યાં ગયા છે. હ્રિધાને ભારતમાં પણ બાળકોને રસી જલદી અપાય એવી અપીલ કરી છે અને સંભવતઃ તે વેક્સિન મુકાવનાર પ્રથમ સુરતી બાળક છે.

વેક્સિન લીધા બાદ હ્રિધાન પટેલે કહ્યું હતું કે, હું સાત વર્ષનો છું અને સુરતમાં જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે. મેં ઈઝરાયેલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે અને હું એકદમ સ્વસ્થ છું. જ્યારે આપણા દેશમાં બાળકોની વેક્સિન શરૂ થાય ત્યારે દરેક બાળકોએ જરૂરથી રસી લેવી જોઈએ. કોરોના સામે લડવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે.

Niraj Patel