7 વર્ષના છોકરાની કહાનીએ ઇન્ટરનેટ ઉપર લોકોને ભાવુક કરી દીધા, આ ઉંમરમાં કરે છે ડિલિવરી બોયનું કામ, વીડિયો તમારી આંખો પણ છલકાવી દેશે, જુઓ

ઇન્ટરનેટ ઉપર રોજ કોઈને કોઈ એવી ઘટના વાયરલ થતી હોય છે જેને જોઈને લોકોની આંખો પણ નમ થઇ જતી હોય છે. ઘણા લોકો બે ટંકનો રોટલો ખાવા માટે એવી આકરી મહેનત કરતા હોય છે જેને જોઈને કોઈની પણ આંખો ભીની થઇ જાય. ત્યારે હાલ એવી જ એક કહાની વાયરલ થઇ રહી છે, જે એક 7 વર્ષના બાળકની છે અને આ ઉંમરે પણ તે ઝોમેટોમાં ડિલિવરી બોયનું કામ કરી રહ્યો છે.

વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે છોકરો માત્ર 7 વર્ષનો છે અને તેના પરિવારને મદદ કરવા માટે તેના પિતાને બદલે Zomatoમાં ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યો છે. છોકરાના પિતા અકસ્માતમાં ઘાયલ થયા હતા, તેથી પુત્ર તેની જગ્યાએ કામ કરવા લાગ્યો. છોકરાની વાર્તા પર ઘણી મોટી હસ્તીઓએ પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો રાહુલ મિત્તલ નામના યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.

રાહુલે વીડિયોના કેપ્શનમાં લખ્યું- “આ 7 વર્ષનો છોકરો તેના પિતાનું કામ કરી રહ્યો છે કારણ કે તેના પિતાનો અકસ્માત થયો હતો. છોકરો સવારે સ્કૂલે જતો અને સાંજે 6 વાગ્યા પછી ડિલિવરી બોય તરીકે કામ કરતો. Zomato અમારે આ છોકરાને પ્રોત્સાહિત કરવાની અને તેના પિતાને તેના પગ પર પાછા આવવામાં મદદ કરવાની જરૂર છે.”

ટ્વિટર યુઝર્સે છોકરાના વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કોઈએ કહ્યું કે છોકરાની મહેનત અને સમર્પણને સલામ, તો કોઈએ મદદ માટે છોકરાની વિગતો માંગી. મોબાઈલ કંપની Xiaomiના વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈન લખે છે  “આ વીડિયો જોઈને હું લગભગ રડી પડ્યો હતો. આવું બહાદુર અને મહેનતુ બાળક. શું કોઈ તેની વિગતો શેર કરી શકે છે ? અમે તેને તેના અભ્યાસમાં મદદ કરવા માંગીએ છીએ.”

આ ઉપરાંત કેટલાક યુઝર્સે કહ્યું કે આ શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે, જેના પર વીડિયો પોસ્ટ કરનાર રાહુલ મિત્તલે કહ્યું કે ઝોમેટોએ હવે તેના પિતાના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે આ છોકરો ડિલિવરીનું કામ નથી કરતો. Zomatoએ પણ આર્થિક મદદ કરી છે. પિતા સ્વસ્થ થતાં જ તેમનું ખાતું શરૂ કરવામાં આવશે. ત્યાં ટ્વીટમાં Zomato ને ટેગ કરવામાં આવ્યું હતું, જેના પર Zomato તરફથી જવાબ આપીને પિતાના સંપર્કની વિગતો માંગવામાં આવી હતી. પરંતુ Zomatoએ હજુ સુધી આ ઘટના પર સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Niraj Patel