શિલ્પા શેટ્ટીએ રાખી 7 વર્ષના દીકરાના જન્મદિવસની પાર્ટી અને ઘરે આવ્યું નવું મહેમાન – જુવો

0

શિલ્પા શેટ્ટીના દીકરો વિયાન રાજ કુન્દ્રા ૭ વર્ષનો થઇ ગયો છે. આ ખાસ તકમાં શિલ્પા અને તેમના પતિ રાજ કુન્દ્રાએ ઘરમાં પાર્ટી રાખી, આ પાર્ટીમાં તેમના કેટલાક ખાસ મિત્રોને છોકરાઓ સાથે ત્યાં આવ્યા હતા. તેમાં ઈશા દેઓલના પતિ બિઝનેસમેન ભરત તખ્તાની, અભિનેત્રી નીલમ કોઠારી, ઈશા કોપીકર, ડાઈરેકટર ફરાહ ખાન અને સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા આવ્યા હતા.

Image Source

પાર્ટી માટે વિયાને જે ડ્રેસ પહેરીયો હતો હેરી પોટર જેવો જ હતો. હાથમાં લાકડી અને આંખમાં ગોળ ચશ્માં પણ જોવા મળે છે. શિલ્પાની વાત કરીએ તો તેમને ડંગરી ડ્રેસની સાથે ગોળ ચશ્મામાં જોવા મળી હતી. તેમની લાર્જ સોર્ટિંગ હેટ પણ પહેરી હતી. તેમને પતિ રાજ કુન્દ્રા કાળા રંગના કાર્ડિયનમાં જોવા મળ્યા હતા. શિલ્પા અને રાજના લગ્ન ૨૦૦૯માં થયા હતા. લગ્ન ૩ વર્ષ પછી ૨૫ મે ૨૦૧૨ ના તેમના દીકરા વિયનનો જન્મ થયો હતો.

Image Source


શિલ્પા શેટ્ટીએ હાલમાં જ એક ક્યૂટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા એક પોપટ સાથે રમી રહી છે. આ પોપટ શિલ્પાની સાથે ફ્રેન્ડલી જોવા મળે છે અને તેમના ખભા પર એકદમ આરામથી બેઠો છે. શિલ્પાએ આ વીડિયો શેર કરતા લખ્યું, “અમને ઘરની નજીક પોપી મળ્યો. અમને નથી ખબર કે આ પોપટ પુરુષ છે કે સ્ત્રી, પરંતુ શુક્રવારની રાતે મારા સ્ટાફે તેને બચાવ્યો છે. કદાચ તે પોતાના માળામાંથી પડી ગયો હતો. મારા ગાર્ડનમાં એક બદામનું ઝાડ છે જેના પર એક માળો છે, કદાચ તે ત્યાંથી જ પડી ગયો હશે. તેને ઉડવાનો પ્રયત્ન કર્યો પણ ઉડી ના શક્યો.”

Image Source

શિલ્પાએ આગળ લખ્યું. “એવું લાગે છે કે હું આને પહેલેથી ઓળખું છું અને તે મારા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. આ ખુબ જ પ્રેમાળ છે અને તે જોવો સાજો થશે હું તેને ફ્રી કરી દઈશ.”

શિલ્પાની પ્રોફેશનલ જીવનની વાત કરીએ તો હાલમાં તે “સુપર ડાંસર ૩” માં જોવા મળે છે. આ શોમાં તે જજની ભૂમિકા નિભાવે છે. શામાં શિલ્પાની સાથે ગીતા કપૂર અને અનુરાગ બસુ પણ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here