શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામા આવ્યા છે કેમ કે તે મનુષ્યના કર્મોના હિસાબે જ તેને ફળ આપે છે. કહેવામાં આવે છે કે જેના પર ભગવાન શનિદેવની કૃપા થઇ જાય, તેઓને જીવનમાં કોઈ જ સમસ્યા નથી આવતી અને કામિયાબી તેના કદમ ચૂમી લે છે. પણ જો શનિદેવ નારાજ થઇ જાય તો જીવનમાં ભયંકર સમસ્યાઓ આવી જાય છે.
શનિદેવનો ગુસ્સો રાજાને પણ એક જ દિવસમાં ભિખારી બનાવી શકે છે. જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગો છો તો સારા કામ કરવાની સાથે સાથે શનિદેવને ખુશ કરવા માટે અમુક ખાસ ઉપાયો અપનાવો. જેનાથી પ્રસન્ન થઈને શનિદેવ તમારી દરેક મુશ્કિલો દૂર કરી દેશે.

1. વડીલોનું કરો સન્માન:
માતા-પિતા, ગુરુ અને વડીલોની સેવા અને માન-સન્માન કરનારી વ્યક્તિ પર શનિદેવ મહેરબાન રહે છે, જ્યારે તેનાથી ઉલ્ટું કરવા પર વ્યક્તિને શનિદેવના ગુસ્સાનો શિકાર પણ થવું પડે છે.
2. દાન-પુણ્ય:
શનિવારના દિવસે ગરીબોને દાન ચોક્કસ કરો, જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. સાથે જ હંમેશા સારા કામ કરો. ક્યારેય કોઈનું દિલ ન દુઃખાવો અને હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

3. તેલ ચઢાવો:
શનિવારના દિવસે પીપળાના ઝાડ પાસે શનિદેવની મૂર્તિને તેલ ચઢાવો, જો પીપળાની પાસે શનિદેવની મૂર્તિ ન મળે તો તમે તે તેલને ગરીબોને દાનમાં પણ આપી શકો છો.
4. બુટ-ચપ્પલનું કરો દાન:
શનિવારના દિવસે બુટ-ચપ્પલનું દાન કરો. તેનાથી પ્રસન્ન થઈને શનિદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દેશે.

5. ગાય અને કાગડાને ખવડાવો:
શનિવારના દિવસે ગાયની સેવા ચાકરી કરો અને સાંજના સમયે તને ચારો પણ ખવડાવો. આ સિવાય તમારા ભોજનમાંથી અમુક ભાગ કાઢીને કાગડાઓને ખવડાવો.
6. બ્રાહ્મણને કરો દાન:
શનિવારે કાળી અળદ, તેલ, કાળું કપડું, કાળી શાલ કે પછી લોખંડની કોઈપણ વસ્તુ બ્રાહ્મણને દાનમાં આપો.

7. વ્રત કરો અને કાળા કપડા પહેરો:
જો બની શકે તો શનિવારના દિવસે વ્રત રાખો અને ફળાહારમાં દૂધ, ફળનું જ્યુસ કે ફળ ખાઓ, અને આ દિવસે કાળા કપડાં પહેરો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ