જાણવા જેવું ધાર્મિક-દુનિયા

આ છે તે 7 વાતો જે મૃત્યુ પછી 1 કલાક સુધી થાય છે, 99% લોકોને ખબર નથી આ

જીવનની સૌથી મોટી હકીકત છે મૃત્યુ જેને કોઈ ટાળી ન શકે. આ દુનિયામાં દરેક જન્મ લેનારા જીવનું એકના એક દીસવે મૃત્યુ થવુ નિશ્ચિત છે. જો કે શરીરમાં આત્મા સ્વરૂપે રહેલી ઉર્જા જે ક્યારેય ખતમ નથી થતી. આ ઉર્જા જ્યારે શરીરમાંથી નીકળે છે ત્યરે તે એક ધુમ્મ્સના સમાન હોય છે અને તેની આકૃતિ તેવી જ હોય છે જેના શરીરમાંથી તે બહાર નીકળે છે.

Image Source

મૃત્યુના અમુક સમય પછી આત્માને ઘણા અનુભવોમાંથી પસાર થવું પડે છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે મૃત્યુ પછી શરીર સાથે શું શું થાય છે.

1. અચેત અવસ્થા:

Image Source

શરીરથી આત્મા નીકળીને અમુક સમય સુધી અચેત અવસ્થામાં રહે છે. આત્માને એવા પ્રકારનો અનુભવ થાય છે જાણે કે ખુબ મહેનત કર્યા પછી થાકેલો માણસ ઘેરી ઊંઘમાં હોય છે, પણ અમુક સમય પછી આત્મા અચેત અવસ્થામાંથી સચેત અવસ્થામાં આવી જાય છે.

2. ઘભરાટ અને બેચેની:

Image Source

શરીરમાંથી નીકળીને ઉભી થયેલી આત્મા પોતાના સગા-સંબંધીઓને બોલાવે છે પણ તેનો અવાજ કોઈ સાંભળી નથી શકતું, જેનાથી આત્માને બેચેની થવા લાગે છે. આત્માનો અવાજ રોકાઇને જ રહે છે કેમ કે તેને કોઈ સાંભળી નથી શકતું કે નથી જોઈ શકતું.

3. સમાન વ્યવહાર:

Image Source

કોઈપણ વ્યક્તિના શરીરમાંથી જ્યારે આત્મા નીકળે છે તો તેને પણ જાણ નથી હોતી કે ક્યારે તે શરીરમાંથી નીકળીને અલગ થઇ ગઈ છે. તે તેવી જ રીતે વ્યવહાર કરે છે જેવી રીતે શરીરમાં રહીને તેનો વ્યવહાર હતો.

4. સંચાર નથી થતું: 

Image Source

વર્ષો સુધી શરીરમાં રહેવાથી જે પણ સાંસારિક માયાનું આવરણ આત્મા પર પડેલું હોય છે તેનાથી મોહવશ આત્મા દુઃખી થઈને પોતાના મૃત શરીરને તો ક્યારેક પોતાના સંબંધીઓને જોઈને વાત કરવા માગતી હોય છે, પણ તેની કોશિશ બેકાર થઇ જાય છે.

5. પ્રવેશ કરવાની કોશિશ:

Image Source

આત્મા હંમેશા કોશિશ કરે છે કે તે ફરીથી શરીરમાં પ્રવેશ કરી લે, પણ યમના દૂત તેને શરીરીમાં પ્રવેશ કરવા દેતા નથી, ધીમેધીમે આત્મા એ સ્વીકાર કરવા લાગે છે કે હવે તેના જવાનો પણ સમય આવી ગયો છે. મોહનું બંધન કમજોર થવા લાગે છે અને તે મૃત્યુ લોક વિદાઈ લેવા માટે તૈયાર થઇ જાય છે.

6. દુઃખી થઇ જાય છે:

Image Source

શરીરના મૃત થઇ ગયા પછી આત્મા પોતાના પરિજનોને રોતા જોઈને વધારે દુઃખી થઇ જાય છે અને પોતે પણ દુઃખથી વ્યાકુળ થઈને રોવા લાગે છે, પણ તેના હાથમાં કંઈપણ નથી હોતું કેમ કે તે પોતે જ લાચાર હોય છે અને પોતાના જીવનકાળમાં કરેલા કર્મોને યાદ કરીને દુઃખી થાય છે.

7. કર્મ આધારિત નવો જન્મ હોય છે:

Image Source

થોડા જ સમયમાં આત્મા મૃત્યુલોકોની સીમાને પાર કરીને એક એવા માર્ગ પર પહોંચી જાય છે જ્યા ન તો સૂરજની રોશની હોય છે અને ન તો ચાંદની ચાંદની. તે લોકમાં માત્રને માત્ર અંધારું હોય છે. અહીં આત્મા પોતાના કર્મો અને ઈચ્છાઓના આધારે અમુક સમય સુધી વિશ્રામ લે છે. ઘણી આત્માઓ જલ્દી જ અન્ય શરીર ધારણ કરી લે છે જ્યારે અમુક લાંબા સમય સુધી વિશ્રામ લે છે અને પછી નવા શરીરને ધારણ કરે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.