વડોદરામાં શિવના નામ પર ડાન્સ શીખવતો હતો શેરૂ પઠાણ, 7-8 ધોરણમાં ભણતી છોકરીઓને ફસાવતો હતો પોતાની જાળમાં, આ રીતે થયો ખુલાસો

આ પઠાણ શિવ બનીને ધો.7ની છોકરીઓ સાથે કરતો ગંદા કામ, જાણીને રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતની અંદર મહિલાઓ અને યુવતીઓ તેમજ કિશોરીઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં તેમને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. તો ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવે છે કે મુસ્લિમ ધર્મનો વ્યક્તિ નામ બદલી અને હિન્દુ યુવતીઓને અને કિશોરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે.

ત્યારે હાલ તાજો મામલો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક શેરૂ પઠાણ નામનો વ્યક્તિ પોતાનુ નામ બદલી અને શાળાઓમાં કોરિયોગ્રાફર બનીને ડાન્સ શીખવાડતો હતો. એટલું જ નહીં તે 7માં અને 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતો હતો અને તેમના સોશિયલ મીડિયામાં અણછાજતા મેસેજ પણ તે કરતો હતો. તેણે એક વિદ્યાર્થીનીને “ડુ યુ લાઈક મી ?” એવો મેસેજ પણ કર્યો હતો.

પરંતુ હાલ તેનો આ ભાંડો ફૂટી ગયો. આ વાત બજરંગ દળના કાર્યકર્તાઓ સુધી પહોંચતા જ તેમણે શેરૂ પઠાણને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. જયારે આ યુવકનો મોબાઈલ તપાસવામાં આવ્યો ત્યારે તેણે કરેલા ઘણા બધા મેસેજ પણ જોવા મળ્યા હતા. જેના બાદ બજરંગદળના યુવાનોએ તેને બરાબરનો પાઠ ભણાવી માફી માંગતો વીડિયો બનાવીને વાયરલ પણ કરી દીધો હતો.

આ મુસ્લિમ યુવકે ડાન્સ શીખવવા માટે સ્કૂલમાં પોતાનું નામ શિવ જણાવ્યું હતું. પરંતુ તેની અસલિયત સામે આવતા તેનું નામ શેરૂ પઠાણ હોવાનો ખુલાસો થયો છે. તેણે શાળાની જ 8-9 વિદ્યાર્થીઓને આવા બીભત્સ મેસેજ પણ કર્યા છે. આ આખી ઘટના સામે આવતા જ મામલો ગરમાયો હતો. વડોદરા શહેરમાં લવ જેહાદની અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ગઈ હોવાના કારણે વિદ્યાર્થીનીઓને આવા તત્વોથી સાવધાન રહેવા સૂચિત કરવામાં આવી છે.

Niraj Patel