જીવનશૈલી મનોરંજન

લગ્ઝરી ગાડીઓના શોખીન છે બોલીવુડના આ 7 સિતારાઓ, કરોડોમાં છે કિંમત

બોલીવુડના સિતારાઓ દમદાર ફિલ્મ કરીને પોતાનું ખાસ નામ બનાવી રહ્યા છે. જેમાના અમુક હિટ રહે છે તો અમુક કિરદારો ફ્લોપ સાબિત થાય છે. પણ કિરદારો હિટ હોય કે ફ્લોપ તેઓ મોંઘા-મોંઘા શોખ પણ ધરાવે છે. અમુક કિરદારો પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની લગ્ઝરીયસ લાઈફસ્ટટાઈલને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. એવામાં આજે અમે તમને બોલીવુડના એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ મોંઘી મોંઘી લગ્ઝરિયસ ગાડીઓમાં ફરે છે અને તેની કિંમત તો કરોડો રૂપિયામાં છે.

1. સંજય દત્ત:

Image Source

સંજય દત્ત પાસે જો કે ઘણી લગ્ઝરી ગાડીઓ છે, પણ તેની રેંજ રોવર ગાડી દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. સંજુ બાબાની રેન્જ રોવરની ખાસિયત છે કે તે 0-100 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તાર 5.5 સેકન્ડમાં મેળવી શકે છે. આ કારની કિંમત 2 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

2. અર્જુન કપૂર:

Image Source

અર્જુન કપૂરની પાસે Maserati Levante છે જેની કિંમત 2 કરોડ રૂપિયા આસપાસ છે. અર્જુન કપૂર ભારતમાં બીજા એવા વ્યક્તિ છે જેની પાસે આ શાનદાર ગાડી છે. અર્જુન કપૂરના પહેલા બેંગ્લોર સ્થિત બિઝનેસમેનની પાસે આ શાનદાર ગાડી હતી.

3. સલમાન ખાન:

બોલીવુડના દબંગ ખાનને આલીશાન ગાડીઓ રાખવાનો ખુબ જ શોખ છે. સલમાન ખાનને એસયુવી ગાડીઓ ખુબ પસંદ છે અને તેની પાસે Land Cruiser Prado અને મર્સીડીઝ બેન્ઝ GLE  જેવી ગાડીઓ પણ છે. તેની રેન્જ રોવર ગાડીની કિંમત 1 કરોડ, 87 લાખ રૂપિયા છે.

4. શાહરુખ ખાન:

Image Source

બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની ફૈન ફોલોઇંગ દુનિયાભરમાં છે. શહરુખ ખાનના ફેશન સ્ટાઈલની દરેક કોઈ કોપી કરે છે. શાહરુખ ખાનની પાસે આલીશાન બંગલાની સાથે સાથે લગ્ઝરી ગાડીઓ પણ છે. હુન્ડાઈએ તેને એક ગાડી પણ ભેંટ સ્વરૂપે આપી છે. શાહરુખ ખાન ક્રેટા 2020 ના પહેલા ભારતીય ઑનર પણ બની ગયા છે.

5. રણદીપ હુડ્ડા:

Image Source

રણદીપ હુડ્ડા પાસે મર્સીડીઝ બેન્ઝ GLS  કાર છે. આ ગાડી મર્સીડીઝ બેન્ઝની ટોપ એસયુવી ગાડી છે.

6. પ્રિયંકા ચોપરા:

Image Source

પ્રિયંકા ચોપરા તે અભિનેત્રીઓમાંની એક છે, જેની પાસે લગ્ઝરી ગાડીઓનો ભંડાર છે. પ્રિયંકાની પાસે BMW 7 સિરીઝના સિવાય Rolls Royce Ghost પણ છે. પ્રિયંકાની આ ગાડીની ભારતમાં કિંમત 5 કરોડ રૂપિયા છે.