બૉલીવુડ કલાકારો મોટાભાગે ફિલ્મોની સાથે સાથે પોતાના પરિવારની સાથે પણ સમય વિતાવતા જોવા મળે છે. ફિલ્મોમાં દમદાર કમાણી કરવાની સાથે સાથે તેઓ પોતાના પરિવાર અને બાળકોને પણ એટલું જ મહત્વ આપે છે.એવામાં અત્યારાના સમયમાં ઘણા ફેમસ કલાકારો પોતાના પરિવાર સાથે દેશ-વિદેશોમાં ધીમા ધીમા વરસાદના જોંકા ની સાથે રજાની મોજ માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ પોતાના વેકેશનની તસ્વીરો પોસ્ટ કરતા રહે છે, એવામાં આજે અમે તમને જણાવીશું કે ક્યાં ક્યાં દિગ્ગ્જ કલાકારો રજાની મોજ માણી રહ્યા છે.
1.અજય દેવગન-કાજોલ:
અમુક સમય પહેલા જ પિતા વીરુ દેવગનના નિધનના દુઃખથી બહાર આવીને અજય દેવગન પોતાના પરિવાર સાથે સમય વિતાવવા વેકેશન પર નીકળ્યા છે.કાજોલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસ્વીર પણ શેર કરી છે જેને જોઈને લાગી રહ્યું છે કે તેઓ રોડ ટ્રીપ પર નીકળ્યા છે. તસ્વીરમાં કાજોલ-અજય અને પોતાના બંન્ને બાળકો પણ દેખાઈ રહ્યા છે. ફિલ્મોમાં કઠોર દેખાતા અજય તસ્વીરમાં એકદમ કુલ અંદાજમાં દેખાઈ રહ્યા છે.તસ્વીરને પોસ્ટ કરતા કાજોલે લખ્યું હતું કે,”’रोड ट्रिप, फाइनली।”.
2.અર્જુન કપૂર-મલાઈકા અરોરા:
હંમેશાથી પોતાના રિલેશનને છુપાવનારા અર્જુન-મલાઈકા રજાના દિવસો માણવા માટે ન્યુયોર્ક પહોંચ્યા હતા.અર્જુન કપૂરના જન્મદિવસના પહેલા તેઓ ન્યુયોર્ક માટે રવાના થયા હતા અને બંનેને એરપોર્ટ પર પણ જોવામાં આવ્યા હતા.મલાઈકાએ ન્યુયોર્ક વેકેશનની અર્જુન કપૂર સાથેની પોતાની ઘણી તસવીરો પોસ્ટ કરી હતી.મલાઈકાએ અર્જુન ના જન્મદિસવ પર પોતાની અને અર્જુની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,”हैप्पी बर्थडे मेरे क्रेजी, फनी और अमेज़िंग अर्जुन कपूर।”.તસ્વીરો જોઈને લાગી રહ્યું છે કે આખરે બંન્નેએ પોતાના રિલેશનનો ઓફિશિયલી ખુલાસો કરી દીધો છે.
View this post on Instagram
Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always
3.કરીના કપૂર-સૈફ અલી ખાન:
ઘણા સમયથી કરીના-સૈફ પોતાના વ્યસ્ત શેડ્યુલની સાથે સાથે દેશ વિદેશમાં ફરતા જોવા મળી રહ્યા છે. અમુક દિવસો પહેલા જ સૈફ-કરીના તૈમુરની સાથે ઇટલીના ટાસ્કની શહેર રજાના દિવસો માણવા માટે પહોંચ્યા હતા. ત્યાંથી જ કરીના એ પોતાની મેકઅપ વગરની તસ્વીર પોસ્ટ કરી હતી જેને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. તેના પછી કરિશ્મા કપુરના જન્મદિવસ નિમિતે કપૂર પરિવાર જન્મદિવસની ઉજવણી માટે લંડન પહોંચ્યા હતા. અહીં કપૂર પરિવારે જન્મદિસવની ઉજવણીની સાથે સાથે ખુબ મજા કરી હતી અને સમય વિતાવ્યો હતો.હાલ કરીના રિયાલિટી શો ‘ડાંસ ઈંડિયા ડાંસ’ શો માં જજ ના સ્વરૂપે જોવા મળી રહી છે.
4.એમી જૈક્સન-જોર્જ પાનાયિટુ:
જણાવી દઈએ કે ગર્ભવતી એમી જૈસકનએ પોતાના બોયફ્રેન્ડ જોર્જ પાનાયિટુ સાથે જાન્યુઆરી મહિનામાં સિક્રેટ સગાઈ કરી હતી પણ અમુક સમય પહેલા જ તેઓએ પરિવાર અને મિત્રોની હાજરીમાં લંડનમાં આધિકારીક સ્વરૂપે સગાઈ કરી છે. એમી ઘણા સમયથી જોર્જની સાથે રિલેશનમાં છે અને હાલ તે ગર્ભવતી છે બંનેએ નિર્યણય લીધો છે કે તેઓ પોતાના બાળકને જન્મ આપ્યા પછી વર્ષ 2020 માં લગ્ન કરશે.એવામાં એમી બેબી બમ્પબીની સાથે જોર્જની સાથે રજાના દિવસો માટે પહોંચી છે.એમીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નેન્સીને એન્જોય કરવાની સાથે સાથે પોતાના વેકેશનની ઘણી તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તે બોયફ્રેન્ડ જોર્જની સાથે ખુબ જ ખુશ અંદાજમાં દેખાઈ રહી છે.જણાવી દઈએ કે બંનેના લગ્ન ગ્રીસમાં થઇ શકે તેમ છે.
5.દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા:
ટીવીની સૌથી ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી પતિ વિવેક દહિયાની સાથે વિદેશ ફરવા માટે પહોંચી છે.દિવ્યાંકાએ પોતાની ઘણી તસ્વીરો શેર કરી છે જેમાં તે વિવેકની સાથે રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે. બંને તસ્વીરોમાં ખૂબ જ કુલ અને સુંદર દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલા રિયાલિટી શો નચ બલિયે-9 નો ગ્રાન્ડ પ્રીમિયર એપિસોડ દિવ્યાંકા ત્રિપાઠી હોસ્ટ કરી શકે તેમ છે.
6.ક્રિસ્ટલ ડિસુઝા:
ટીવી જગતનની ક્યૂટ અને બબલી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુઝા મોટાભાગે રજાના દિવસોમાં દેશ-વિદેશ ફરતી જોવા મળી જાય છે.ક્રિસ્ટલ મોટાભાગે પોતાના વેકેશનની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે, હાલના સમયમાં ક્રિસ્ટલ પોતાના સપનાના શહેર તુર્કી માં રજાની મોજ માણી રહી છે. ક્રિસ્ટલે શેર કરેલી પોતાની તસ્વીરમાં તે ડોલ્ફિનની સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks