જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે તેના માટે ભગવાનની કૃપા હોવી ખુબ જ જરૂરી છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે રોજ પૂજા-પાઠ કરવામાં આવે છે, પણ અમુક જ લોકોની પૂજા સફળ થઇ શકે છે. જો ભગવવાની વિશેષ કૃપા કોઈ વ્યક્તિ પર થાય છે તો તે હંમેશા ખુશ રહે છે. અહીં ગરુડ પુરાણ અંકના આચાર કાંડના આધારે અમુક એવી બાબતો જણાવવામાં આવેલી છે જે ભગવાનની પ્રસન્નતાનો સંકેત આપે છે. આવો તો તમને જણાવીએ આ સંકેતો વિશે.

1. જો કોઈ વ્યક્તિનું સંતાન આજ્ઞાકારી છે તો સમજી લો કે તેના પર ભગવાનની વિશેષ કૃપા છે. કળિયુગમાં મોટાભાગના લોકો સંતાનોને લીધે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એવામાં જે લોકોના સંતાન સંસ્કારી છે, તેઓ ખુબ ભાગ્યશાળી છે.

2. જો કોઈ વ્યક્તિ શિક્ષિત છે અને પોતાની શિક્ષાથી પૈસા કમાઈ રહ્યો છે તો તે એક શુભ સંકેત છે, કેમ કે ખુબ ઓછા લોકો પોતાની શિક્ષાનો યોગ્ય ઉપીયોગ કરી શકે છે.
3. જે લોકોનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે, તેઓ ભાગ્યશાળી હોય છે અને તે ભગવાનની પ્રસન્નતાનો જ સંકેત છે.

4. સુયોગ્ય જીવનસાથી મળવો પણ ભગવાની વિશેષ કૃપાનો જ સંકેત છે.
5. જે લોકો પર ભગવાનની કૃપા હોય છે, તેઓને પૂર્વાભાસ(પહેલાથી જ આભાસ થવો)થવા લાગે છે. આવા લોકોને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ પહેલાથી જ થવા લાગે છે.

6. સાચા-ખોટાની બાબતોને સમજવાની ક્ષમતા જે લોકો પાસે હોય છે, તેઓ પોતાના ઇષ્ટદેવની કૃપા પ્રાપ્ત કરે છે.
7. જે લોકોને ભગવાનના દર્શન સપનામાં થાય છે, તેઓના પર દરેક દેવી-દેવતાઓની કૃપા હંમેશા બનેલી રહે છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.