જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 7 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો આજે અધિકારીઓ અથવા વડીલો સાથે કામને લઈને ચર્ચા કરી શકે છે. કામકાજમાં વધારો કરવા માટે આજનો દિવસ સારો રહેશે.
નવી રીતે કામ કરવાનો પ્રયાસ ન કરો. પ્રેમી પંખીડા માટે આજના દિવસે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજે તમે આધ્યાત્મિક સુખ અને શાંતિનો અનુભવ કરશો. મિત્રોની મદદથી તમે આનંદ અને મનોરંજનની તકો મેળવી શકો છો. જો સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે તો તેને હલ કરવાનો પ્રયાસ કરો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે ઘણા મામલામાં દિવસ સારો રહેશે. તમે જે પણ કામ કરો છો તેમાં પ્રશંસા મળી શકે છે. આજના દિવસે તમારા જીવનસાથીને બિનજરૂરી રીતે શંકા કરીને સંબંધોને બગાડો નહીં.

4. કર્ક – ડ, હ (Cancer):
આજના દિવસે તમે વ્યવસાયના મોરચે એકાગ્રતાથી પ્રારંભ કરશો. આજના દિવસે ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહો અને ગતિને નિયંત્રિત કરો. ડ્રાઇવરથી કાળજીપૂર્વક યોગ્ય અંતર જાળવવું.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના લોકોનું મન વ્યવસાય કે નોકરીની બાબતોમાં અનેક દુવિધાઓમાં અટવાયેલું રહેશે. કાર્યક્ષેત્રમાં વિરોધ થવાની સંભવાનાઓ બનશે. સચેત રહો અને વિરોધીઓથી આગળ નીકળવાના પ્રયાસો કરો.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના લોકોને પોતાના કોઈ મિત્રની મદદ કરવી પડી શકે છે. નોકરી કે વ્યવસાયની બાબતમાં સમસ્યા આવી શકે છે. કાર્યક્ષેત્રનું વાતાવરણ ગંભીરતાથી લો. જો કે તમે અંદરથી એકદમ સક્રિય રહેશો.

7. તુલા – ર, ત (Libra):
પૈસાની બાબત, સોદેબાજી અને ખરીદારી કરવામાં આ રાશિના લોકો સફળ રહેશે. ગુસ્સામાં કહેલી વાતો સાચી થઇ શકે છે. વાણી પર કાબુ રાખો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના લોકો વ્યવસાયમાં સારી પ્રગતિ કરી શકશે. અઠવાડિયાના અંતમાં તમે સફળતા મેળવી શકશો. બીજાની પર્સનલ જાણકારીઓ સાર્વજનિક કરવાથી બચો, જે તમને આગળ જતા મુશ્કેલીમાં મુકી શકે છે.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જીવનના ઘણા ક્ષેત્રોમાં સુધાર આવશે. મિત્રોની સાથે તાલમેળ બની શકશે. નકારાત્મક વિચારોથી દૂર રહો. સાવધાન રહો નહીંતર તમારું જ નુકસાન થશે.

10. મકર – જ, ખ (Capricorn):
પાર્ટનરને ખુશ કરવા માટે મોંઘી ભેંટોની ખરીદારી કરવાના યોગ બની રહ્યા છે. શારીરિક સુસ્તી થઇ શકે છે માટે ભારે કામ કરવાથી બચો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના લોકોની અંદર દ્રઠ નિશ્ચય એન હિંમત બનેલી રહેશે જેને લીધે તમે તમારું કામ કરવામાં સક્ષમ રહેશો. વિવાદોથી દૂર રહો જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના લોકોની કોઈ મોટી સમસ્યાનું સમાધાન મળી શકે છે.આજે ઘણી બાબતોમાં તમારો દિવસ સારો રહેશે. જો કે દાંપત્ય જીવનમાં અમુક વિવાદો થઇ શકે છે માટે સાવધાન રહો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.