બાઈક ઉપર 1-2 નહિ પરંતુ 7-7 યુવકો સવાર થઈને ભર્યા બજારમાં હંકારી રહ્યા હતા, પોલીસે પકડ્યા અને પછી કરી એવી હાલત કે… જુઓ વીડિયો

આજે યુવાનો તમને રોડ ઉપર બાઈક લઈને સ્ટન્ટ કરતા જોવા મળશે, કોઈ રોડ ઉપર સડસડાટ બાઈક લઈને નીકળી જાય તો ઘણા લોકો બાઈક ઉપર એવા એવા દિલ ધડક સ્ટન્ટ કરતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, ઘણા લોકો કાયદાનું ઉલ્લઘન કરીને પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં મુકતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાઈક ઉપર 2-3 નહિ પરંતુ 7-7 યુવકો સવારી કરી રહ્યા હતા.

આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપ વિહાર રોડ વિસ્તારમાંથી. વાયરલ થયેલા વીડિયોમાં 7 યુવકો બાઇક પર સવારી કરતા જોવા મળે છે. 7 યુવકો ટુ સીટર બાઇક પર બેઠા હતા અને બાદમાં વચ્ચેના રોડ પર બાઇક ચલાવી હતી. યુવકોએ ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો.

બાઇક પાછળ આવી રહેલા અન્ય એક બાઇક સવારે આ યુવકોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. પોલીસે મામલાની નોંધ લીધા બાદ આરોપી યુવકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે જ્યારે બાઇક પર સવાર 7 યુવકોનો વાયરલ વીડિયો ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓના ધ્યાન પર આવ્યો, ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને ભારે ચલણ કર્યા.

ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી આ બાઇકને અલગ-અલગ નિયમોના ભંગ બદલ 24 હજાર રૂપિયાનું ચલણ ફટકારવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બાઇકને બાઇકની જેમ નિયમોનું પાલન કરીને ચલાવવું જોઇએ અને જો આ રીતે બાઇકને 7 સીટર કારની જેમ ચલાવવામાં આવશે તો ભારે નાણાકીય દંડ ભરવો પડશે. એસપી ટ્રાફિક રામાનંદ કુશવાહાના જણાવ્યા અનુસાર, બાઇકનો 24,000 રૂપિયાનો ચલણ કરવામાં આવ્યો છે. બાઇકના નંબર પરથી તેનું સરનામું ખબર પડશે તો મોટરસાઇકલ કબજે કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

રામાનંદ કુશવાહાએ આ ઘટના પાછળ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિનો અભાવ હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વાલીઓએ પણ તેમના બાળકોને ટ્રાફિકના નિયમોથી વાકેફ કરવા જોઈએ અને તેમના બાળકો વાહન સાથે કોઈ સ્ટંટ કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે સમયાંતરે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

Niraj Patel